Gujarati News

Gujarati News

News of Monday, 20th February 2023

ફેસબુક અને ઈંસ્‍ટાગ્રામ પર પૈસા ચુકવીને બ્‍લૂ ટિક મેળવી શકશો

મફતના દિવસો ગયા : ફેસબુક, ઈંસ્‍ટાગ્રામ અને વોટ્‍સએપ જેવા સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મની પેરેન્‍ટ કંપની મેટાએ પ્રીમિયમ વેરિફિકેશન સર્વિસની જાહેરાત કરી છેઃ હવે ફેસબુક અને ઈંસ્‍ટાગ્રામ પર પણ વેરિફાઈડ અકાઉન્‍ટ એટલે કે બ્‍લૂ ટિક માટે પૈસા ચુકવવા પડશે

નવી દિલ્‍હી, તા.૨૦: ફેસબુક, ઈંસ્‍ટાગ્રામ અને વોટ્‍સએપ જેવા સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મની પેરેન્‍ટ કંપની મેટાએ પ્રીમિયમ વેરિફિકેશન સર્વિસની જાહેરાત કરી છે. હવે ફેસબુક અને ઈંસ્‍ટાગ્રામ પર પણ વેરિફાઈડ અકાઉન્‍ટ એટલે કે બ્‍લૂ ટિક માટે પૈસા ચુકવવા પડશે. વેબ આ અઠવાડીયે આ સર્વિસ પહેલી વાર ઓસ્‍ટ્રેલિયા અને ન્‍યૂઝીલેન્‍ડમાં શરુ કરવામાં આવશે. અન્‍ય દેશોમાં ટૂંક સમયમાં આ સર્વિસ શરુ કરી દેવામાં આવશે. કંપનીના સીઈઓ માર્ક ઝુકરબર્ગે આ વાતની જાહેરાત કરી છે. ઝુકરબર્ગે કહ્યું કે, આ અઠવાડીયામાં મે મેટા વેરિફાઈડ શરુ કરવા જઈ રહ્યા છીએ. આ એક સબ્‍સક્રિપ્‍શન સર્વિસ છે, જેના દ્વારા આપ આપના અકાઉન્‍ટને વેરિફાઈડ કરી શકશો. યુઝર્સે પોતાની સરકારી આઈડી દ્વારા અકાઉન્‍ટને વેરિફાઈ કરી શકશે.

ક્રિએટર્સ, સાર્વજનિક હસ્‍તીઓ, ખ્‍યાતનામ હસ્‍તીઓ, કંપનીઓ અને બ્રાન્‍ડના પેજને ફેસબુક તરફથી વેરિફિકેશન બાદ બ્‍લૂ બૈઝ આપવામાં આવે છે.

ટ્‍વિટર પર પહેલાથી જ કરી ચુકયા છે જાહેરાત, ભારતમાં ખર્ચવા પડશે ૯૦૦ રૂપિયા

આ અગાઉ ટ્‍વિટે પેડ સબ્‍સક્રિપ્‍શન સર્વિસ ટ્‍વિટર બ્‍લૂને રજૂ કરી હતી. ભારતમાં ટ્‍વિટરના યુઝર્સને પોતાના અકાઉન્‍ટમાં બ્‍લૂ ટિક નિશાન માટે મોબાઈલ ફોનના માસિક પ્‍લાન અંતર્ગત દર મહિને ૯૦૦ રૂપિયા ખર્ચ કરવા પડશે. કંપનીએ વેબ માટે ટ્‍વિટર બ્‍લૂની કિંમત ૬૫૦ રૂપિયા અને મોબાઈલ એપ યુઝર્સ માટે ૯૦૦ રૂપિયા રાખ્‍યા છે. ટ્‍વિટરે કહ્યું કે, મંજૂરી મળ્‍યા બાદ સત્‍યાપિત ફોન નંબર સાથે બ્‍લૂ ટિક આપવામાં આવશે. પ્‍લેટફોર્મે વેબના યુઝર્સ માટે વાર્ષિક પ્‍લાન રજૂ કર્યો છે. તેના માટે ગ્રાહકોને ૬૦૦૦ રૂપિયા આપવા પડશે.

(10:46 am IST)