Gujarati News

Gujarati News

News of Monday, 20th February 2023

‘‘પ્રેમ ના ફુલો''- ૨

પ્રેમ છે પ્રાર્થના

પ્રિય બહેન,

પ્રેમ, તારો પત્ર મળ્‍યો, આનંદમાં જાણીને આનંદિત છું. મારા જીવનનો આનંદ આ જ છે. બધાં આનંદથી સભરહો, શ્વાસ-શ્વાસમાં આ જ પ્રાર્થના અનુભવ કરૂં છું.

તેને જે મેં ધર્મ જાણ્‍યો છે. તે ધર્મ મૃત છે, જે મંદિરો અને પુજાગૃહોમાં સમાપ્‍ત થઇ જાય છે. તે ધર્મની કોઇ સાર્થકતા નથી, જેનું સન્‍માન નિષ્‍પ્રાણ શબ્‍દો અને સિધ્‍ધાંતિથી ઉપર નથી. ઉઠયું છે.

વાસ્‍તવિક અને જીવિત ધર્મ તે જ છે, જે સમસ્‍તથી સંલગ્ન અને સમસ્‍ત સુધી પહોંચે છે.

વિશ્વનાં પ્રાણોને જે ઐકય અર્પે તે જ ધર્મ છે. અને એ જ ભાવનાઓ પ્રાર્થનાઓ હોય, જે તે અદ્દભૂત સંગમ અને મિલનની તરફ લઇ જાય. અને ત ેસમસ્‍ત પ્રાર્થનાઓ એક જ શબ્‍દમાં પ્રગટ થઇ જાય છે. તે શબ્‍દ પ્રેમ છ.ે

પ્રેમ શું ઇચ્‍છે છે ? જે આનંદ મને મળ્‍યો છે, પ્રેમ તે બધાને વહેંચવા ઇચ્‍છે છે. પ્રેમ સ્‍વયંને વહેંચવા ઇચ્‍છે છે. સ્‍વયંને વગર શરતે અર્પણ કરી દેવું એ પ્રેમ છે. બુંદ જેવી સ્‍વયંને સાગરમાં વિલીન કરી દે છે, તેવી જ રીતે સમસ્‍તના સાગરમાં પોતાની સત્તાને સમર્પિત કરી દેવી એ પ્રેમ છે. અને, તે જ પ્રાર્થના છે.

એવી જ રીતે પ્રેમથી આંદોલિત થઇ રહ્યો છું.

તેના સંસ્‍પર્શે જીવનને અમૃત અને પ્રકાશિત બનાવી દીધેલ છે હવે એક જ કામના છે કે જે મને થયું છે તે બધાંને થઇ શકે. ત્‍યાં બધાને મારો પ્રેમસંદેશ કહેજો. ૧૧મી ફેબ્રુઆરીએ તો કલ્‍યાણ મળી રહી છે ને ?

રજનીશના પ્રણામ       ૩જી ફેબ્રુઆરી, ૧૯૬પ

આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩૭ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

સ્‍થળઃ ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

સંકલન-

સ્‍વામી સત્‍યપ્રકાશજી

(10:48 am IST)