Gujarati News

Gujarati News

News of Monday, 20th February 2023

સંજય રાઉત સામે નાસિકમાં કેસ દાખલઃ મામલો બિચકયો

એકનાથ શિંદે પર ઘણા ગંભીર આરોપ લગાવ્‍યા બાદ મામલો ગરમાયો

નાસિક, તા.૨૦: શિવસેના નેતા સંજય રાઉતને લઈ એક મોટા સમાચાર સામે આવ્‍યા છે. વાત જાણે એમ છે કે, સંજય રાઉત વિરુદ્ધ નાસિકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. નોંધનીય છે કે, અગાઉ સંજય રાઉતે પ્રેસ કોન્‍ફરન્‍સમાં મહારાષ્‍ટ્રના મુખ્‍યમંત્રી એકનાથ શિંદે પર ઘણા ગંભીર આરોપ લગાવ્‍યા હતા. ફરિયાદના આધારે પંચવટી પોલીસે સંજય રાઉત વિરુદ્ધ આઈપીસીની કલમ ૫૦૦ હેઠળ એનસી નોંધી છે.

સંજય રાઉતે રવિવારે એટલે કે ૧૯ ફેબ્રુઆરીના રોજ દાવો કર્યો હતો કે, શિવસેના પાર્ટીનું નામ અને તીર-ધનુષનું પ્રતીક ખરીદવા માટે ૨૦૦૦ કરોડ રૂપિયાની ડીલ કરવામાં આવી છે. મહત્‍વનું છે કે, તાજેતરમાં જ ચૂંટણી પંચે મહારાષ્‍ટ્રના મુખ્‍ય પ્રધાન એકનાથ શિંદેની આગેવાની હેઠળના જૂથને વાસ્‍તવિક શિવસેના તરીકે જાહેર કર્યું હતું અને તેને ધનુષ અને તીરનું ચૂંટણી પ્રતીક ફાળવ્‍યું હતું.

આ તરફ મહારાષ્‍ટ્રના ઘ્‍પ્‍ એકનાથ શિંદેની આગેવાની હેઠળના જૂથના ધારાસભ્‍ય સદા સરવણકરે રાઉતના દાવાને નકારી કાઢયો હતો. આ સાથે તેમણે પ્રશ્‍ન કર્યો કે, શું સંજય રાઉત ખજાનચી છે ?  મહારાષ્‍ટ્રના મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના નેતા સુધીર મુનગંટીવારે રાઉત પર વળતો પ્રહાર કરતા કહ્યું કે, સુપ્રીમ કોર્ટ અને ચૂંટણી પંચ જેવી સ્‍વતંત્ર સંસ્‍થાઓને બદનામ કરવાના પ્રયાસમાં આવા પાયાવિહોણા આરોપો લગાવવામાં આવી રહ્યા છે.

નોંધનીય છે કે, કેન્‍દ્રીય ગળહપ્રધાન અમિતભાઇ શાહે એક રેલીમાં કહ્યું હતું કે, વિરોધી વિચારધારા ધરાવતા લોકો તેમના પગ ચાટવાનું પસંદ કરે છે. સંજય રાઉતે તેમના નિવેદન પર આકરા પ્રહારો કર્યા હતા. કહ્યું, હાલના મુખ્‍યમંત્રી શું ચાટી રહ્યા છે? શાહ શું કહે છે, મહારાષ્‍ટ્રની જનતા તેમને મહત્‍વ નથી આપતી? વર્તમાન મુખ્‍યમંત્રીને છત્રપતિ શિવાજી મહારાજનું નામ લેવાનો પણ અધિકાર નથી.

 

 

(4:27 pm IST)