Gujarati News

Gujarati News

News of Monday, 20th February 2023

ગાઢ જંગલમાંથી થઇ વિકલાંગ લેવા જતો હ તોપેન્શન : સરપંચે ડ્રોન મારફત મોકલ્યા રૂપિયા

ઓરિસ્સાના નુઆપાડા જિલ્લાના એક ગામના સરપંચ સરોજ દેવી અગ્રવાલે કરી પહેલ :વિકલાંગને કઠિન મુસાફરીનો હવે અંત:ડ્રોન ભાલેશ્વર પંચાયત વિસ્તારના ભુતકપાડા ગામમાં પેન્શન લઇને પહોચ્યુ

ઓરિસ્સાના નુઆપાડા જિલ્લાના એક ગામમાં હેતારામ સતનામી નામના વિકલાંગને દર મહિને સરકારી પેન્શન મેળવવા માટે 2 કિલોમીટર દૂર ગાઢ જંગલમાંથી થઇને જવુ પડતુ હતુ. જોકે, તેની કઠિન મુસાફરીનો હવે અંત આવ્યો હતો એક ડ્રોન ભાલેશ્વર પંચાયત વિસ્તારના ભુતકપાડા ગામમાં પેન્શન લઇને પહોચ્યુ હતુ. આ પહેલ ગામના સરપંચ સરોજ દેવી અગ્રવાલે કરી હતી 

હેતારામ સતનામી માટે તે ખૂબ જ આનંદની ક્ષણ હતી. તે હસીને કહે છે કે સરપંચે ડ્રોનની મદદથી પૈસા મોકલ્યા હતા. મારા માટે આ એક મોટી રાહત છે કારણ કે પંચાયત કચેરી ગામથી 2 કિમી દૂર છે અને ગાઢ જંગલથી ઘેરાયેલી છે. મારા માટે ત્યાં પહોંચવું ખૂબ મુશ્કેલ હતું.

 

સરપંચ સરોજ અગ્રવાલે કહ્યુ કે, વિકલાંગ વ્યક્તિ હેતારામ સતનામીની આપવીતી સાંભળ્યા પછી તેમણે ઓનલાઇન એક ડ્રોન ખરીદ્યુ હતુ. સરપંચે કહ્યુ, “અમારા પંચાયત વિસ્તારમાં જંગલમાં ભૂટકપાડા ગામ આવેલુ છે. આ ગામમાં હેતારામ સતનામી રહે છે, તે જન્મથી જ ચાલી શકતા નહતા. ગાઢ જંગલમાંથી પસાર થઇને પેન્શન મેળવવા માટે તેમણે ગામથી બે કિલોમીટર દૂર આવવું પડતુ હતું.”

સરપંચે કહ્યું કે રાજ્ય યોજના હેઠળ પેન્શન માટે તેમનું નામાંકન કરવામાં આવ્યું છે. મેં જોયું છે કે અન્ય દેશોમાં ડ્રોન દ્વારા વસ્તુઓ કેવી રીતે મોકલવામાં આવે છે. તેથી મેં ડ્રોન માટે ઓર્ડર આપ્યો અને પેન્શન તેમના ઘરઆંગણે પહોંચાડવામાં મદદ કરી.

 

નુઆપાડાના બ્લોક ડેવલપમેન્ટ ઓફિસર (BDO), સુબેદાર પ્રધાને જણાવ્યું હતું કે સરપંચ સરોજ અગ્રવાલની પહેલને કારણે આ શક્ય બન્યું છે કારણ કે સરકાર પાસે સેવાઓ પહોંચાડવા માટે આવા સાધનો ખરીદવાની જોગવાઈ નથી. દવા, પાર્સલ, કરિયાણા અને ખાદ્યપદાર્થો સહિત વિવિધ સામાન પહોંચાડવા માટે વિશ્વભરમાં ડ્રોનનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ રોકડની ડિલિવરી એ ભારતમાં પ્રથમ પહેલ છે.

(7:56 pm IST)