Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2024

અન્ય પક્ષો દેશને કેવી રીતે આગળ લઇ જવાનું વિચારવાના બદલે વડાપ્રધાને કેવી રીતે હટાવવા તે પ્રયાસ કરે છે : નિર્મલા સિતારમણ

અમદાવાદમાં કેન્દ્રીય નાણામંત્રીનો વિપક્ષ ઉપર પ્રહારો

અમદાવાદ, તા. ર૦ : અમદાવાદમાં કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સિતારમણના વિપક્ષ પર પ્રહાર કર્યા છે. નાણા મંત્રી નિર્મલા સિતારમણ કહ્યુ કે અન્ય પક્ષો દેશને કેવી રીતે આગળ લઈ જવા તેનો વિચાર કરતા નથી. માત્ર ભ્પ્ મોદીને કેવી રીતે હટાવવા તે અંગે વાત કરે છે

અમદાવાદમાં કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સિતારમણના વિપક્ષ પર પ્રહાર કર્યા છે. નાણા મંત્રી નિર્મલા સિતારમણ કહ્યુ કે અન્ય પક્ષો દેશને કેવી રીતે આગળ લઈ જવા તેનો વિચાર કરતા નથી, માત્ર ભ્પ્ મોદીને કેવી રીતે હટાવવા તે અંગે વાત કરે છે.

કોઈ પણ પાસે ૨૦૪૭ સુધીનો પ્લાન નથી. ભાજપ સરકાર શિક્ષણ, મેડિકલ ફેસિલિટી, સામાન્ય લોકો સુધી રાંધણ ગેસ, પાણી પહોંચે તેવો પ્રયાસ કર્યો. તથા બેંક દ્વારા નાના વર્ગના લોકોને સ્મોલ લોન મળે તેવો પણ ભાજપ સરકારે પ્રયાસ કર્યો છે. મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે. ભ્પ્ મોદી પાસે ૨૦૪૭ સુધીનું પ્લાનિંગ છે. આ સાથે નિર્મલા સિતારમણે આક્ષેપ કરતા જણાવ્યુ કે રાહુલ ગાંધીએ પાછલા ૫ વર્ષોમાં વાયનાડ નો એક પણ પ્ર' સંસદમાં નથી ઉઠાવ્યો. તેમજ તેમણે જણાવ્યુ કે જે પાર્ટી પોતાનો ઝંડો નથી બચાવી શકિત તે દેશ કેવી રીતે બચાવશે ?

(4:05 pm IST)