Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

નવું ભારત સમસ્‍યાઓનું સમાધાન અને નવા સંકલ્‍પો લ્‍યે છે : નવા કામ કરવામાં મુશ્‍કેલીનો સામનો કરવો પડે છે : નરેન્‍દ્રભાઇ મોદી

દિલ્‍હીના પ્રગતિ મેદાનમાં ટનલનું વપ્રધાનના હસ્‍તે ઉદ્ઘાટન: ટનલના નિરીક્ષણ વખતે નરેન્‍દ્રભાઇ મોદીને રસ્‍તામાં કચરો અને પ્‍લાસ્‍ટીક બોટલ નજરે ચડતા તેમણે જાતે ઉપાડીને નિકાલ કર્યો

નવી દિલ્હીઃ નવુ ભારત સમસ્‍યાઓનું સમાધાન કરે છે અને નવા સંકલ્‍પો લ્‍ય છે તથા નવા કામ કરવામાં મુશ્‍કેલીનો સામનો કરવો પડતો હોવાનું વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીએ જણાવેલ છે

વધુમાં પીએમ મોદીએ કહ્યુ કે, દાયકાઓ પહેલા ભારતની પ્રગતિને, ભારતીયોના સામર્થ્યને, ભારતની પ્રોડક્ટ્સને, આપણી સંસ્કૃતિને શોકેસ કરવા માટે પ્રગતિ મેદાનનું નિર્માણ થયું હતું, પરંતુ પ્રગતિ મેદાનની પ્રગતિ ઘણા સમયથી રોકાયેલી હતી. તેનો પ્લાન કાગળ પર દેખાડી દેવામાં આવ્યો હતો, પરંતુ જમીન પર કંઈ થયું નહીં. અગ્નિપથ વિવાદ વચ્ચે પીએમ મોદીએ કહ્યુ કે, આ આજનું નવુ ભારત છે. આ ભારત સમાધાન કરે છે. તેમણે કહ્યું કે નવા કામ કરવા પર મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

પીએમ મોદીએ પ્રગતિ મેદાનથી કહ્યુ કે, આ તસવીર બદલવા માટે કરવામાં આવી રહ્યું નથી પરંતુ તેનાથી ભાગ્ય પણ બદલી શકાય છે. દિલ્હીમાં કેન્દ્ર સરકારનો ભાર આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર છે. તેનું સીધુ પરિણામ અને તેની પાછળનો ઉદ્દેશ્ય ઇઝ ઓફ લિવિંગ પર છે. પીએમ મોદીએ કહ્યુ કે, દિલ્હી-એનસીઆરની સમસ્યાઓના સમાધાન માટે છેલ્લા આઠ વર્ષમાં અનેક મહત્વના પગલા ભરવામાં આવ્યા છે. છેલ્લા 8 વર્ષમાં દિલ્હી-એનસીઆર મેટ્રોની સેવાનું વર્તુળ 193 કિલોમીટરથી આશરે 400 કિલોમીટર સુધી પહોંચી ગયું છે.

ઉદ્ઘાટન દરમિયાન પીએમ મોદીએ કહ્યુ કે, આજે દિલ્હીને કેન્દ્ર સરકાર તરફથી આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ભેટ મળી છે. આટલા ઓછા સમયમાં કોરિડોરને તૈયાર કરવો સરળ નહોતો. આ રસ્તા દિલ્હીના સૌથી વ્યસ્ત રસ્તા છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે આ નવુ ભારત છે. સમસ્યાઓનું સમાધાન કરે છે. નવા સંકલ્પો પણ લે છે અને તે સંકલ્પોને સિદ્ધ કરવા માટે પ્રયાસ પણ કરે છે. તેમણે કહ્યું કે દેશની રાજધાનીમાં વિશ્વ સ્તરીય કાર્યક્રમો માટે સ્ટેટ ઓફ ધ આર્ટ સુવિધાઓ હોય, એક્ઝીબિશન હોલ હોય, તે માટે ભારત સરકાર સતત કામ કરી રહી છે.

દિલ્હીમાં પ્રગતિ મેદાન ટનલના નિરીક્ષણ દરમિયાન ત્યાં કરચો તથા પ્લાસ્ટિકની ખાલી બોટલ જોવા મળી હતી. પોતાના નિરીક્ષણ દરમિયાન પીએમ મોદીએ આ કચરો અને પ્લાસ્ટિકની બોટલ પોતાની જાતે ઉપાડી હતી. નોંધનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્વચ્છતાને ખુબ મહત્વ આપે છે.

(12:00 am IST)