Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

અમેરિકન કંપનીએ બનાવી લીલા કરચલામાંથી વ્‍હિસ્‍કી

ન્‍યુયોર્ક,તા. ૨૦: અમેરિકાના ન્‍યુ હેમ્‍પશર સ્‍ટેટમાં આલ્‍કોહોલ પ્રોડક્‍ટ્‍સ બનાવતી એક કંપનીએ એક અસામાન્‍ય ઇન્‍ગ્રિડિયન્‍ટનો ઉપયોગ કરીને નવી વ્‍હિસ્‍કી બનાવી છે. આ ઇન્‍ગ્રિડિયન્‍ટ છે લીલો કરચલો. ટેમવર્થ ડિસ્‍ટિલિંગ નામની આ કંપનીએ જણાવ્‍યું હતું કે એણે યુનિવર્સિટી ઓફ ન્‍યુ હેમ્‍પશરના એનએચ ગ્રીન ક્રેબ પ્રોજેક્‍ટની સાથે મળીને ટેમવર્થ ક્રેબ ટ્રેપર ગ્રીન ક્રેબ ફલેવર્ડ વ્‍હિસ્‍કી બનાવી છે જેનું મુખ્‍ય ઇન્‍ગ્રિડિયન્‍ટ કરચલા છે અને એની સાથે એમાં મકાઈ પણ એક ઇન્‍ગ્રિડિયન્‍ટ છે. આ વ્‍હિસ્‍કીની ૭૫૦ મિલીમીટર બોટલની કિંમત ૬૫ અમેરિકન ડોલર (૫૦૬૭.૫૧ રૂપિયા છે.) 

(10:18 am IST)