Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

વોશિંગ્‍ટનમાં મ્‍યુઝિક કોન્‍સર્ટ દરમિયાન ગોળીબારઃ ૧ બાળકનું મોત

પોલીસ અધિકારી સહિત અનેક લોકો ઘાયલ

વોશિંગ્‍ટન,  ડીસીમાં એક મ્‍યુઝિક કોન્‍સર્ટ દરમિયાન ગોળીબારના સમાચાર સામે આવી રહ્યા છે. ફાયરિંગમાં એક બાળકનું મોત થયું છે, જ્‍યારે ૨ અન્‍ય નાગરિકો અને ૧ પોલીસ અધિકારી ઘાયલ થયા છે. અમેરિકી મીડિયા પાસેથી મળેલી માહિતી મુજબ વોશિંગ્‍ટન ડીસીમાં થયેલા ગોળીબારમાં એક પોલીસ અધિકારી સહિત અન્‍ય ઘણા લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે.

વોશિંગ્‍ટન ડીસી પોલીસે ટ્‍વિટ કરીને માહિતી આપીઃ મેટ્રોપોલિટન પોલીસ વિભાગના પ્રવક્‍તાએ જણાવ્‍યું હતું કે ૧૪મી અને યુ સ્‍ટ્રીટમાં થયેલા ગોળીબાર દરમિયાન પોલીસ અધિકારી સહિત અનેક લોકોને ગોળી વાગી હતી. શૂટિંગના વીડિયોમાં અધિકારીઓ રસ્‍તા પર પડેલા કેટલાય લોકોને મદદ કરતા બતાવે છે.

મેટ્રોપોલિટન પોલીસ એક્‍શનમાં: વોશિંગ્‍ટન ડીસીમાં ફાયરિંગ બાદ મેટ્રોપોલિટન પોલીસ એક્‍શનમાં આવી ગઈ છે અને ફાયરિંગ કરનાર વ્‍યક્‍તિને શોધી રહી છે. જો કે, ગોળી કોણે ચલાવી તેની માહિતી હજુ સામે આવી નથી.

ફોક્‍સ ન્‍યૂઝના અહેવાલ અનુસાર, વોશિંગ્‍ટન ડીસીમાં ગોળીબાર મોશેલા ઈવેન્‍ટ દરમિયાન થયો હતો, જેને વોશિંગ્‍ટન ડીસીની સંસ્‍કળતિને પ્રોત્‍સાહન આપતા તહેવાર તરીકે ઓળખવામાં આવે છે.

(1:08 pm IST)