Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

ડાયરેક્ટર પોલ હેગીસની મહિલાની જાતીય સતામણીના આરોપમાં ધરપકડ

ઓસ્કાર વિજેતા ફિલ્મ ડાયરેક્ટર ફસાયાઃબ્રિન્ડિસીમાં એક યુવાન દ્વારા વિદેશી મહિલાને ૨ દિવસ સુધી બિન-સંમતિપૂર્ણ જાતીય સબંધ માટે દબાણનો આક્ષેપ

પેરિસ, તા.૨૦ :ઓસ્કર વિજેતા ફિલ્મ ડાયરેક્ટર પોલ હેગીસની ઈટાલિયન પોલીસે અટકાયત કરી છે. તેમના પર એક મહિલાએ જાતીય સતામણીનો આરોપ લગાવીને ફરિયાદ નોંધાવી છે. મહિલાએ દક્ષિણ ઈટલીના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

પોલીસે આ મામલાની તપાસ માટે પોલ હેગીસને કસ્ટડીમાં લીધો છે. કેનેડામાં જન્મેલા ૬૯ વર્ષીય ઓસ્કાર વિજેતા હેગીસ એક ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે ઈટાલી ગયા હતા. ફિલ્મ ફેસ્ટિવલ મંગળવારે પુગલિયાના પ્રવાસી શહેર દ્વીપકલ્પ ઓસ્ટુનીમાં શરૃ થયો હતો.

અહેવાલ અનુસાર, આ મામલામાં મહિલાના વકીલે એન્ટોનિયો નેગ્રો અને લિવિયા ઓરલેન્ડોએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તહેવારની નજીક આવેલા શહેર બ્રિન્ડિસીમાં એક યુવાન વિદેશી મહિલાને ૨ દિવસ સુધી બિન-સંમતિપૂર્ણ જાતીય સબંધ બાંધવા માટે દબાણ કરવામાં આવ્યું હતું.

એન્ટોનિયો નેગ્રો અને લિવિયા ઓરલેન્ડોએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, જાતીય સબંધ બાંધ્યા બાદ બળજબરીથી મેડિકલ હેલ્પ આપવામાં આવી હતી. બિન-સહમતિ વિગર સંબંધ બાદ પોલ હેગીસે મહિલાને રવિવારની વહેલી સવારે બ્રિન્ડિસી એરપોર્ટ નજીક છોડી દીધી હતી. મહિલાની શારીરિક અને માનસિક સ્થિતિ સારી નહોતી. બ્રિન્ડસી ફરિયાદીની ઓફિસ રવિવારે બંધ હતી. તેથી હેગીસના વકીલે આ નિવેદન પર ટિપ્પણી કરી નહોતી.

એન્ટોનિયો નેગ્રો અને લિવિયા ઓરલેન્ડોએ નિવેદનમાં વધુમાં જણાવ્યું હતું કે, એરપોર્ટ સ્ટાફ અને પોલીસને મહિલા શારીરિક અને માનસિક રીતે ભાંગેલી હાલતમાં મળી હતી. પ્રાથમિક સારવાર બાદ તેને બ્રિન્ડિસીના પોલીસ હેડક્વાર્ટરમાં લઈ જવામાં આવી હતી. જ્યાંથી આ મહિલાને અધિકારીઓ તપાસ માટે સ્થાનિક હોસ્પિટલમાં લઈ ગયા હતા. પોલીસે આ કેસમાં માહિતી આપવાનો ઈક્નાર કર્યો હતો.

પોલીસે એ પણ જણાવ્યું નથી કે, પોલ હેગીસને પોલીસ સ્ટેશન કે હોટલ કે અન્ય કોઈ જગ્યાએ અટકાયત કરીને રાખવામાં આવ્યો છે. વકીલે એમ પણ કહ્યું હતું કે મહિલાએ ઔપચારિક રીતે પોતાની ફરિયાદ નોંધાવી છે અને સમગ્ર સંજોગોનો ખુલાસો કર્યો છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

 

 

(8:28 pm IST)