Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

ગુપ્ત એજન્ટ બનાવી વિદેશીઓને લૂંટવાના આરોપમાં એક જબ્બે

મેડીકલ વિઝા પર દિલ્હી આવનારા વિદેશી નિશાન પરઃમેડીકલ વિઝા પર દિલ્હી આવ્યો હતો, ભારત આવ્યા બાદ અહમદે બે અન્ય સાથે મિત્રતા કરી, જેમની તપાસ થઈ રહી છે

(નવી દિલ્હી, તા.૨૦ :દિલ્હીમાં ગુપ્ત એજન્ટ બનાવીને ભારત આવનારા વિદેશીઓને લૂંટવાના આરોપમાં એક ઈરાની નાગરિકની ધરપકડ કરાઈ છે. પોલીસ અનુસાર આરોપીની ઓળખ દક્ષિણ-પૂર્વી દિલ્હીના લાજપત નગરના રહેવાસી હુસૈન રિજાફર્દ અહમદ ઉં.વ. ૪૬ તરીકે થઈ છે. તેઓ મેડીકલ વિઝા પર ૨૧ મે એ દિલ્હી આવ્યા હતા. ભારત આવ્યા બાદ અહમદે બે અન્ય લોકોની સાથે મિત્રતા કરી, જેમની તપાસ કરવામાં આવી રહી છે.

તેમણે જણાવ્યુ કે ત્રણેયએ મળીને મેડીકલ વિઝા પર દિલ્હી આવનારા વિદેશી નાગરિકોને નિશાન બનાવ્યા. અધિકારીઓ અનુસાર આરોપી હોસ્પિટલ જનારાની જાણકારી મેળવતા હતા અને પછી તેમનો પીછો કરતા હતા. તેમણે જણાવ્યુ કે ૧૬ જૂને એક પીડિતે લાજપત નગર સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી, જે બાદ અહમદની ધરપકડ કરવામાં આવી.

પીડિતે આરોપ લગાવ્યો કે તેઓ પોતાની પત્નીની સાથે ગ્રેટર કૈલાશના એક હોસ્પિટલમાંથી પાછા ફર્યા હતા. ત્યારે ત્રણેય લોકો એક કારમાં આવ્યા અને તેમને રોકી લીધા. પીડિતે જણાવ્યુ કે ત્રણેયે પોતાના ખાનગી એજન્સીના અધિકારી ગણાવ્યા અને તેમના બેગની તપાસ કરવાનુ શરૃ કરી દીધુ. પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યુ, બેગની તપાસ કર્યા બાદ આરોપી ત્યાંથી ભાગી ગયા. અધિકારી અનુસાર પીડિતની ફરિયાદના આધારે લાજપત નગર સ્ટેશનમાં આઈપીસી ૩૭૯ હેઠળ કેસની તપાસ શરૃ કરી છે.

 

 

 

 

(8:38 pm IST)