Gujarati News

Gujarati News

News of Monday, 20th July 2020

ઇમરાનખાનના મંત્રીમંડળમાં 7 સભ્યો પાસે ડબલ નાગરિકત્વ : વિદેશોમાં કરોડોની સંપત્તિ

ઇસ્લામાબાદ : ઇમરાનખાનના મંત્રીમંડળમાં 7 સભ્યો પાસે ડબલ નાગરિકત્વ છે અથવાતો તેમની પાસે વિદેશોમાં કરોડોની સંપત્તિ છે.તેવી માહિતી વિરોધપક્ષના દબાણને વશ થઇ કેબિનેટ ડિવિઝનની વેબસાઈટ ઉપર મુકવામાં આવી છે.
આ અગાઉ ઇમરાનખાન વિરોધ પક્ષમાં હતા ત્યારે ઉપરોક્ત બાબતે તેમને વાંધો હતો.જયારે હાલમાં ખુદ તેમના મંત્રીમંડળમાં અમેરિકા ,કેનેડા ,બ્રિટન ,સિંગાપોર સહિતના દેશોમાં સંપત્તિ ધરાવતા અથવા ત્યાંનું નાગરિકત્વ ધરાવતા સભ્યો છે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:32 am IST)