Gujarati News

Gujarati News

News of Monday, 20th July 2020

બનાવટી લાયસન્સ કૌભાંડ પછી હવે પાકિસ્તાન એરલાઇન્સ સ્ટાફ ઉપર સ્મગલિંગનો આક્ષેપ : ખુદ ઇમરાનખાનની પાર્ટીએ એરલાઈન્સની આબરૂના ધજાગરા કર્યા

ઇસ્લામાબાદ : પાકિસ્તાન એરલાઇન્સના પાઇલોટ્સના બનાવટી લાયસન્સનું કૌભાંડ હજુ શમ્યું નથી ત્યાં તેના સ્ટાફ ઉપર સ્મગલિંગ કરતા હોવાનો આરોપ ખુદ સત્તાધારી પાર્ટીએ મુક્યો છે. જે મુજબ એરલાઈન્સનો અમુક સ્ટાફ  ખુફિયા સાથે કનેક્શન ધરાવતા હોવાનો આક્ષેપ કરાયો છે.જેના થકી એરલાઈન્સની આબરૂના ધજાગરા ઉડી રહ્યા છે.
કરાંચીમાં પ્લેન ક્રેશ થયાની ઘટના પછી પાકિસ્તાન એરલાઇન્સના એકપછી એક કૌભાંડ બહાર આવી રહ્યા છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

 

(8:54 pm IST)