Gujarati News

Gujarati News

News of Monday, 20th July 2020

અયોધ્યામાં ૧૦૦ કરોડના ખર્ચે ત્રણ માળનું મંદિર બનાવાશે

ઓગસ્ટથી મંદિર નિર્માણ શરૂ થશે : છેલ્લી ઘડીએ રામ મંદિરના નકશામાં ઘણા ફેરફાર થયા, હવે મંદિરની ઉંચાઈ ૧૨૮ ની જગ્યાએ ૧૬૧ ફૂટ હશે

અયોધ્યા, તા. ૧૯ : અયોધ્યામાં ઓગસ્ટ મહિનાથી રામ મંદિર નિર્માણનુ કામ શરુ થઈ જશે. છેલ્લી ઘડીએ રામ મંદિરના નકશામાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. રામ જન્મ ભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની શનિવારે મળેલી બેઠકમાં ભૂમિપૂજન માટેની ચર્ચા થવાની સાથે સાથે મંદિરના નકશામાં કરાયેલા કેટલાક ફેરફાર પર પણ ચર્ચા થઈ હતી. રૂપિયા ૧૦૦ કરોડના ખર્ચે મંદિરને વધારે મોટું બનાવવાનું નક્કી કરાયું છે. હવે મંદિરની ઉંચાઈ ૧૨૮ ની જગ્યાએ ૧૬૧ ફૂટ હશે.

મંદિરના ગૂંબજોની સંખ્યા ૩ થી વધારીને પાંચ કરી દેવાઈ છે. મંદિરમાં એન્ટ્રી માટે હવે પાંચ ગેટ રખાશે. પહેલાં મંદિર બે માળનું બનાવવાનું હતું પણ હવે મંદિરની ભવ્યતાને વધારવા માટે તેને ત્રણ માળનું બનાવવાનું નકકી કરાયું છે.રામ મંદિર પરિસરના તમામ જૂના બાંધકામો તોડી નાંખીને નવા બનાવાશે. હાલમાં જ્યાં સીતા રસોઈ ઘર છે ત્યાં સીતા મંદિર બનાવશે. મંદિર માટે ૮૦૦૦૦ સ્કવેર ફૂટ પથ્થરનું કોતરકામ થઈ ચુક્યું છે અને બીજા આટલા જ પથ્થરની જરુર પડશે. મંદિર નિર્માણ પાછળ ૧૦૦ કરોડનો ખર્ચ થવાનો અને તેના બાંધકામને પૂરા થતા સાડા ત્રણ વર્ષ લાગે તેવું અનુમાન છે.

(12:00 am IST)