Gujarati News

Gujarati News

News of Monday, 20th July 2020

તેલંગાણાની ચોંકાવનારી ઘટના : વીજ બીલની વસૂલી કરવા ગયેલ અધિકારીઓને વીજ થાંભલે બાંધી દીધા

રાજ્યભરમાં ચકચાર : પોલીસ દોડી ગઇ : ઘટના અંગે ૫ની ધરપકડ

મેદક તા. ૨૦ : તેલંગાણામાં વીજ તંત્રના કર્મચારીઓને વીજળીના થાંભલા સાથે બાંધી મારવાની ઘટના બહાર આવતા રાજ્યભરમાં ચર્ચા જાગી છે.

વીગતો મુજબ મેદકમાં અલ્લાદુર્ગમ પોલીસ સ્ટેશન હેઠળ આવેલા એક ગામમાં ગામના લોકોએ વીજળી વિભાગના અધિકારીઓ બીલની વસૂલી અંગે ગયા ત્યારે ગામના લોકોએ આ તમામ કર્મચારી - અધિકારીઓને વીજ થાંભલા સાથે બાંધી દિધા હતા.

આ ઘટનાની જાણ થતાં જ પોલીસ દોડી આવી હતી અને બંધક બનાવાયેલ તમામને છોડાવ્યા હતા.

મેદકના ડીએસપી કૃષ્ણમૂર્તિએ જણાવ્યું હતું કે, આરોપીઓ વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરાઇ છે, અને આઇપીસીની કેટલીય કલમો હેઠળ ૫ લોકોની ધરપકડ કરી દેવાઇ છે.

(1:00 pm IST)