Gujarati News

Gujarati News

News of Monday, 20th July 2020

કોરોના કહેર વચ્ચે લૂંટાઈ રહેલા દર્દીઓ : 10 કિલોમીટર સુધી જવાના 10 હજાર રૂપિયા : દેશમાં એમ્બ્યુલન્સ ઓપરેટર મન ફાવે તેટલું ભાડું વસૂલી રહ્યા હોવાની ફરિયાદો

મુંબઈ : દેશના અમુક રાજ્યોમાં એમ્બ્યુલન્સના ભાડા નક્કી કરાયા હોવા છતાં તેનું છડેચોક ઉલ્લંઘન થઇ રહ્યું હોવાની ફરિયાદો ઉઠવા પામી છે.જે મુજબ  10 કિલોમીટર સુધી જવાના 10 હજાર રૂપિયા વસૂલાય રહ્યા હોવાના અનેક બનાવો બની રહ્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ બેંગલુરુમાં એક દર્દી પાસેથી માત્ર 6 કિલોમીટર સુધી જવાના  15 હજાર રૂપિયા વસુલ કરાયા હતા.મુંબઈમાં 10 થી 15 કિલોમીટર સુધીના અંતરના 30 હજાર રૂપિયા વસુલ કરાયા હોવાના પણ દાખલા છે.પૂનામાં 7 કિલોમીટરના 8 હજાર રૂપિયા વસુલ કરાયા હતા.કોલકાત્તામાં 5 કિલોમીટર સુધી જવાના 6 થી 8 હજાર રૂપિયા વસૂલાય રહ્યા છે.
ઉપરાંત પ્રાઇવેટ એમ્બ્યુલન્સ ધારકો પી.પી.ઈ.કીટના અને સેનિટાઇઝર કરવાના અલગ 3 હજાર રૂપિયા વસુલ કરી રહ્યા હોવાના બનાવો પણ બન્યા છે.જેની સામે આવી કોઈ વ્યવસ્થા પણ જોવા મળી નથી તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(1:02 pm IST)