Gujarati News

Gujarati News

News of Monday, 20th July 2020

હરામી પાકિસ્તાનની નવી ચાલ : નદીમાંથી ભારતમાં ડ્રગ્સ મોકલ્યુ

મોડી રાત્રે રાવી નદીના પ્રવાહમાં પાક.થી જે આવ્યું તેને જોઈ બીએસએફ પણ ચોંકી ગઈઃ પંજાબમાં નાગલી ઘાટ પાસે પેટ્રોલીંગ કરતી ટુકડીએ નદીમાંથી લાવી આ પેકેટ ખોલતા ડ્રગ્સ અને હેરોઈનના ૬૦ પેકેટ મળ્યા : ભારતમાં આતંક ફેલાવવા વિડીયો પણ જારી કર્યો

નવી દિલ્હી : ભારતની સરહદનું રક્ષણ કરનારી બોર્ડર સિકયુરિટી ફાઙ્ખર્સે રાવી નદીનાં વહેણમાંથી ડ્રગ્સ અને નારકોટિકસનો મોટો જથ્થો ઝડપ્યો છે. પાકિસ્તાનનાં ડ્રગ્સ સ્મગલરોએ ડ્રગ્સનાં મોટા જથ્થાને મજબૂતીથી બાંધીને રાવી નદીની લહેરોમાં છોડી દીધો હતો. ડ્રગ્સનો આ જથ્થો ભારતની સરહદમાં આવ્યો. અહીં પર તેને ભારતીય સ્મગલર પોતાના કબજામાં લેવાનાં હતા, પરંતુ તે પહેલા જ બીએસએફની નજર તેના પર પડી.

ડ્રગ્સ, હેરોઇનનાં ૬૦ પેકેટ

રાત્રે ૨ વાગ્યે અને ૪૫ મિનિટ પર પંજાબમાં નાંગલી ઘાટની પાસે પેટ્રોલિંગ કરી રહેલી એક ટૂકડીએ જોયું કે નદીની લહેરો પર એક મોટું પેકેટ વહેતુ આવી રહ્યું છે. આ પેકેટ પાકિસ્તાનથી ભારત તરફ આવી રહ્યું હતુ. તરત કાર્યવાહી કરતા પેટ્રોલિંગ ટીમે નદીની લહેરો પર વહેતા આ પેકેટને સીઝ કર્યું અને તેને નદી કિનારા સુધી લઈ આવ્યા. જયારે આ પેકેટને ખોલવામાં આવ્યું તો તેમાં ડ્રગ્સ, હેરોઇનનાં ૬૦ પેકેટ હતા. બીએસએફ આ પેકેટની તપાસ કરી રહ્યું છે.

પંજાબ અને હરિયાણામાં  આતંકવાદ ફેલાવવાનું મોટું ષડયંત્ર

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન તરફથી પંજાબમાં નશીલા પદાર્થોનું સમ્ગલિંગ કરવામાં આવે છે. નશીલા પદાર્થોની જાળમાં ફસાવીને અનેક ભારતીય યુવાઓની જિંદગી પાકિસ્તાન બરબાદ કરી રહ્યું છે અને આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ કરે છે. એ પણ ખુલાસો થયો છે કે ખુફિયા એજન્સી આઈએસઆઈનાં ઇશારા પર દિલ્હી, પંજાબ અને હરિયાણામાં આતંકવાદ ફેલાવવાનું મોટું ષડયંત્ર ચાલી રહ્યું છે. આનો ખુલાસો ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નૂનાં વિડીયોથી થયો છે.

દિલ્હીને બીજું ખાલિસ્તાન બનાવવાની ધમકી

આ વિડીયો તપાસ એજન્સીઓનાં હાથે આવ્યો છે, જેમાં દિલ્હીને બીજું ખાલિસ્તાન બનાવવાની ધમકી આપવામાં આવી છે. આ વિડીયો સામે આવ્યા બાદ ભારતીય ખુફિયા એજન્સીઓએ દિલ્હી પોલીસને પણ એલર્ટ કરી દીધી છે. આતંકવાદી ગુરપતવંત સિંહ આઈએસઆઈની મદદથી શીખ ફોર જસ્ટિસ સંગઠન ચલાવી રહ્યો છે અને આના દ્વારા જનભાવના ભડકાવવાનું કામ કરી રહ્યો છે.

(1:05 pm IST)