Gujarati News

Gujarati News

News of Monday, 20th July 2020

કોરોના મહામારીના લીધે ડિપ્રેશનના કેસો વધ્યાઃ ઘેરબેઠાં લોકોમાં એકલતા, ખાલીપણું અને ચેપનો ડર સતાવી રહ્યો છે

નવી દિલ્હી, તા.૨૦: સમગ્ર વિશ્વમાં મ ફેબ્રુઆરી-માર્ચમાં કોરોના મહામારીનો કહેર શરુ થતા જ સરકારોએ લોકોના જીવ બચાવવા અને કોરોના વાઈરસની પેટર્ન ને સમજવા માટે લોકડાઉન જાહેર કર્યું હતું. જેમાં સતત ૫૦ દિવસ થી વધુ લોકો પોતાના દ્યરમાં પુરાઈ ને રહ્યા હતા. જોકે હવે વિશ્વના મોટાભાગના દેશમાં અનલોક કરવામાં આવ્યું છે. આમ છતાંય વિશ્વના મોટાભાગના દેશોમાં કોરોના વાઇરસના દરરોજ મોટી સંખ્યામાં કેસો ઉમેરાતા જઈ રહ્યા છે. ભારતમાં જ દરરોજ નવા કેસોની સંખ્યા સાથે નવા-નવા રેકોર્ડ બની રહ્યા છે. કોરોના વાઇરસના કારણે અસંખ્ય લોકો મૃત્યુ પામ્યા છે તો કેટલાય લોકોની નોકરી જતી રહી છે. આ પરિસ્થિતિને કારણે ઘેરબેઠાં લોકોમાં એકલતા, ખાલીપણું અને ચેપના ડરને કારણે ડિપ્રેશનની સ્થિતિ ઊભી થઈ છે.

કોરોનાની સૌથી વધુ ખરાબ અસર અમેરિકાના લોકો પર પડી છે. અમેરિકામાં જયાં કોરોનાના રેકોર્ડ કેસ નોંધાયા ત્યાં રહેતા ૫૦% લોકોના મગજ પર ખરાબ અસર પડી છે.

કોરોના વાઈરસના ભયને કારણે ૧૦્રુ થી વધુ લોકો યોગ્ય રીતે ઊંદ્ય પૂરી નથી કરી શકતા.

વર્ષ ૨૦૧૯ના એક રિપોર્ટ અનુસાર, ૭.૫્રુ ભારતીયો માનસિક રોગોથી પીડાઈ રહ્યા છે. તેમાંથી માત્ર ૭૦ ટકા લોકોને જ સારવાર મળી શકે છે.

૪૧% ભારતીયોએ કહ્યું કે, જો તેમની ઓળખ અથવા તેમના ગ્રૂપમાં કે તેમની વર્કપ્લેસ પર કોઈ વ્યકિત બીમાર પડે તો ગભરાટ અનેકગણો વધી જાય છે.

૭૨% ભારતીયોમાં પરિવારના આરોગ્ય વિશે ચિંતા. લોકો કોરોનાસંકટ દરમિયાન અનિંદ્રા, ઉદાસી અને ડર અનુભવી રહ્યા છે.

૧૯% લોકોનું કહેવું હતું કે, આનાથી તેમના મગજ પર ખૂબ જ ખરાબ અસર થઈ રહી છે. હોમ કવોરન્ટિન અથવા કવોરન્ટિન સેન્ટર્સમાં રાખવામાં આવેલા લોકોની સ્થિતિ વધુ ખરાબ છે.

૪૫% પુખ્ત વયના લોકોના એક સર્વેમાં કહેવામાં આવ્યું છે કે, વૈશ્વિક રોગચાળાને કારણે તેમના મગજ પર ઘણી નકારાત્મક અસર પડી રહી છે.

(3:05 pm IST)