Gujarati News

Gujarati News

News of Monday, 20th July 2020

સેનાના જવાનોનો કોરોનાનો ઇલાજ પરસ્પર સમન્વયથી થાય તેવી વ્યવસ્થા ગોઠવાય : નરેન્દ્રભાઇ

વડાપ્રધાન અને ઉત્તરાખંડના મુખ્યમંત્રી વચ્ચે ટેલીફોનીક વાતચીત : કોરોના - પુર અંગે ચર્ચા : કોરોના કેસ વધ્યા પણ સ્થિતિ નિયંત્રણમાં : સતત ટેસ્ટીંગ વધારી રહ્યા છીએ : ત્રિવેદન્દ્રસિંહ રાવત

નવી દિલ્હી, તા. ર૦ :  વડાપ્રધાન નરેન્દ્રભાઇએ ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવત સાથે ટેલીફોનીક વાતચીત કરી હતી. દરમિયાન નરેન્દ્રભાઇએ કોરોના સંક્રમિત થયેલ સેનાના જવાનો અંગે માહિતી મેળવી હતી અને તેમના હાલચાલ જાણ્યા હતા. પીએમએ કોરોના સંક્રમિત જવાનોની જલ્દી ઠીક થવાની કામના પણ કરેલ. સાથો સાથ રાજય સરકાર અને સેનાના અધિકારી પરસ્પર સમન્વયથી ઇલાજની વ્યવસ્થા કરે તેમ જણાવેલ.

મુખ્યમંત્રી રાવતે કોરોના સંબંધી તૈયારીઓ અને વર્તમાન સ્થિતિથી નરેન્દ્રભાઇને વાકેફ કરાવેલ. રાવતે જણાવેલ કે, હાલ કોરોના કેસમાં વધારો થયો છે. પણ સ્થિતિ નિયંત્રણમાં છે. અમારી પુરી તૈયારી છે, અમે સતત ટેસ્ટીંગની સંખ્યા વધારી રહ્યા છીએ.

નરેન્દ્રભાઇએ રાવતને વરસાદના કારણે ઉભી થનાર પરિસ્થિતિ સામે બાથ ભીડવા તૈયારી રહેવા પણ જણાવેલ. તેમણે રાજય આપદા પ્રબ઼ધન ઉપર વિશેષ ધ્યાન આપવા પણ કહેલ. ઉત્તરાખંડમાં ભારે વરસાદના કારણે સ્થિતિ ખરાબ છે. રાહત અને બચાવકાર્ય શરૂ કરી દેવાયું છે.

(3:56 pm IST)