Gujarati News

Gujarati News

News of Monday, 20th July 2020

રામમંદિર હવે ત્રણ માળનું બનશેઃ ૧૬૧ ફુટ ઉંચાઇ

લંબાઇ ૨૬૮ ફુટઃ પહોળાઇ ૧૪૦ ફુટઃ પાંચ ગોપુરમઃ ૩૧૮ સ્થંભઃ દરેક માળે ૧૦૬ સ્થંભઃ ગ્રાઉન્ડ ફલોર પર મુખ્ય મંદિરઃ પ્રથમ ફલોર ઉપર રામ દરબાર

નવી દિલ્હી,તા.૨૦:અયોધ્યામાં રામ મંદિર નિર્માણની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. ત્યારે મળતી માહિતી મુજબ નરેન્દ્રભાઇ ૫ ઓગસ્ટે સવારે ૧૧થી ૧:૧૦ વચ્ચે શિલાન્યાસ કરશે. ત્યારે આ વચ્ચે રામ મંદિરની ડિઝાઇનમાં પણ બદલાવ કરવામાં આવ્યો છે.

જેમાં હવે રામ મંદિર હવે બે નહીં પરંતુ ત્રણ માળનું હશે. રામ મંદિરની લંબાઇ ૨૬૮ ફૂટ અને પહોળાઇ ૧૪૦ ફૂટ અને ઉંચાઇ ૧૬૧  હશે. રામ મંદિરનું મુળ સ્વરૂપ યથાવત રહેશે. આ સાથે જ ગર્ભગૃહ અને સિંહદ્વારમાં કોઇ બદલાવ નહીં કરાય.

.રામ મંદિરની ડિઝાઇનમાં ફેરફાર

. ત્રણ માળનું હશે રામ મંદિર

.મંદિરમાં હશે ૩૧૮ સ્તંભ

મંદિરના આ ભાગમાં થશે બદલાવ

.રામ મંદિરના અગ્રભાગ, સિંહદ્વાર, નૃત્ય મંડપ, રંગ મંડપ અને સિંહદ્વારને છોડી તમામ ડિઝાઇનમાં બદલાવ કરવામાં આવશે.ઙ્ગ

.મંદિરની ઉંચાઇ પહેલા ૧૨૮ ફૂટ હતી હવે વધીને ૧૬૧ ફૂટ કરી દેવાઇ છે.

.ત્રણ માળના રામ મંદિરમાં ૩૧૮ સ્તંભ હશે.

.દરેક માળ પર ૧૦૬ સ્તંભ હશે.ઙ્ગ

.ત્રણ વર્ષમાં પૂરું કરાશે મંદિરનું કામ

.રામ મંદિરને નવેસરથી બનાવાની તૈયારીમાં વાસ્તુકાર ચંદ્રકાંત સોમપુરા લાગી ગયા છે.

.રામ મંદિરમાં ૫ ગુંબજ (ગોપુરમ) બનાવામાં આવશે.

.ગ્રાઉન્ડ ફ્લોર પર મુખ્ય મંદિર હશે.

.પ્રથમ ફ્લોર પર રામ દરબાર હશે

.ત્રીજો ફ્લોર ખાલી રખાશે.

મળતી માહિતી મુજબ પીએમ મોદી ૫ ઓગસ્ટે અભિજીત મુહૂર્તમાં સર્વાર્થ સિદ્ઘિ યોગમાં રામ મંદિરનું ભૂમિ પૂજન કરશે. અને તાંબાના કળશમાં ગંગાજળ અને અન્ય તીર્થોનું જળ લઇ પૂજા કરાશે. રામ મંદિરના ભૂમિ પૂજનમાં રામ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ નૃત્ય ગોપાલ દાસ ૪૦ કિલો ચાંદીની શ્રી રામ શિલા સમર્પિત કરશે. પીએમ મોદી ૪૦ કિલો ચાંદીની શ્રી રામ શિલાનું પૂજન કરશે અને તેને સ્થાપિત કરશે. પંચરત્ન, ચાંદીના નાગની જોડી અને ગંગાજળના તાંબાના કળશને પણ પીએમ પ્રસ્થાપિત કરશે. મળતી માહિતી મુજબ અભિજીત મુહૂર્તમાં ભગવાન રામનો જન્મ થયો હતો. માટે રામ મંદિરનું ભૂમિ પૂજન અભિજીત મુહૂર્તમાં કરાશે.

સોમપુરા જ મંદિરનું નિર્માણ કરશે

શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્રના મહાસચિવ ચંપત રાયે કહ્યું કે સોમપુરા જ મંદિરનું નિર્માણ કરશે. સોમનાથ મંદિર પણ તેઓએ જ બનાવ્યું હતું. મંદિર બનાવવામાં રૂપિયાની કોઈ કસર રહેશે નહીં. સમાજના ૧૦ કરોડ પરિવારોથી રૂપિયા ભેગા કરાશે. પછી મંદિરનું નિર્માણ કરાશે. મંદિરના ભૂમિપૂજન માટે પીએમ મોદી તરફથી ૫ ઓગસ્ટની તારીખ નક્કી કરવામાં આવી છે.

(4:28 pm IST)