Gujarati News

Gujarati News

News of Monday, 20th July 2020

પશ્ચિમ બંગાળમાં ગુરુવાર અને શનિવારે સંપૂર્ણ લોકડાઉન કોરોનાના સંક્રમિતની સંખ્યામાં ઝડપી વધારો થતા નિર્ણંય

કેટલાક વિસ્તારોમાં કમ્યુનિટી ટ્રાન્સમિશનનો ભય: કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યા વધીને 739 થઇ

કોલકતા ; પશ્ચિમ બંગાળમાં ઝડપથી ફેલાઇ રહેલા કોરોના સંક્રમણ સામે રાજ્ય સરકારે રાજ્યમાં દરેક અઠવાડિયાના બે દિવસ સંપૂર્ણ લોકડાઉન કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્યના મુખ્ય સચિવ અલપણ બંદોપાધ્યાયે આ અંગે માહિતી આપતા જણાવ્યુ કે રાજ્યામાં આ અઠવાડિયાથી જ ગુરુવાર અને શનિવાર એમ બે દિવસ સંપૂર્ણ લોકડાઉન રહેશે.

પશ્ચિમ બંગાળની મમતા બેનરજી સરકારનુ કહેવુ છે કે રાજ્યના કેટલાક વિસ્તારોમાં કોરોના વાયરસના કોમ્યુનિટી ટ્રાન્સમિશનના કેસ સામે આવ્યા છે. રાજ્ય સરકારે વકરેલી સ્થિતિમાં 63 અન્ય વિસ્તારોને કન્ટેનમેન્ટ ઝોનમાં ઉમેરી દીધા છે.

રાજ્યમાં આવા વિસ્તારોની સંખ્યા વધીને 739 થઇ છે. જ્યાં તમામ વિસ્તારોમાં લોકડાઉનનુ સખત પાલન કરાવવામાં આવી રહ્યુ છે. બંગાળમાં કોરોના સંક્રમણના કેસો ઝડપથી વધી રહ્યા છે.

(11:27 pm IST)