Gujarati News

Gujarati News

News of Monday, 20th July 2020

છત્તીસગઢ બન્યુ પહેલુ રાજ્ય: બે રૂપિયે કિલો છાણ ખરીદવાની યોજના પર શરૂ કર્યો અમલ

ખેડૂતોના લાભાર્થે ગાયનું છાણ ખરીદવાની યોજનાનો મુખ્યમંત્રી ભૂપેશ બધેલે કર્યો શુભારંભ

 

નવી દિલ્હી : ખેડૂતોના લાભાર્થે ગાયનું છાણ ખરીદવાની પોતાની યોજનાનો છત્તીસગઢ સરકારે અમલ શરૂ કર્યો હતો. હરિયાલી અમાસ નિમિત્તે રાયપુરમાં યોજાએલા એક સમારોહમાં છત્તીસગઢના મુખ્ય પ્રધાન ભૂપેશ બધેલે યોજનાનો શુભારંભ કર્યો હતો.

   યોજના શરૂ કરવાની જાહેરાત ગયા મહિને બધેલે કરી હતી, ત્યારે કહ્યું હતું કે આવતા મહિને યોજના શરૂ થશે. રાજ્ય સરકાર ગોધન ન્યાય યોજના અન્વયે ગોબર ખરીદશે. માટે ગોબરની કિલો દીઠ કિંમત પણ નક્કી કરવામાં આવી હતી. પ્રકારની યોજના શરૂ કરનારું છત્તીસગઢ દેશનું પહેલું રાજ્ય છે. બધેલે કહ્યું કે રાજ્યના દરેક ગામમાં ગોઠાન સમિતિ અને સ્વયંસેવી સંસ્થા શરૂ કરવામાં આવશે.

(12:11 am IST)