Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

ન્યુયોર્કના મેટ મ્યુઝિયમમાં યોજાયેલા પ્રદર્શનમાં ભારતના સૌપ્રથમ મહિલા ફોટો જર્નાલિસ્ટ હોમલ વ્યારાવલ્લાએ લીધેલા 120 ફોટાઓ મુકાયા : 1930 થી 1970 ની સાલ દરમિયાન આપેલી સેવાઓને ધ્યાને લઇ ભારત સરકારે પદ્મ વિભૂષણ એવોર્ડથી નવાજિત કર્યા હતા

ન્યુયોર્ક : 1913 માં જન્મેલા અને 2012 ની સાલમાં અવસાન પામેલા ભારતના સૌપ્રથમ મહિલા ફોટો જર્નાલિસ્ટ હોમલ વ્યારાવલ્લાએ લીધેલા 120 ફોટાઓ ન્યુયોર્ક મ્યુઝિયમમાં યોજાયેલા પ્રદર્શનમાં મુકવામાં આવ્યા છે.

1930 થી 1970 ની સાલ દરમિયાન તેમણે આપેલી સેવાઓને ધ્યાને લઇ ભારત સરકારે તેમને દેશના બીજા નંબરના સર્વોચ્ચ ગણાતા પદ્મ વિભૂષણ એવોર્ડથી નવાજિત કર્યા હતા.

તેમણે લીધેલા યાદગાર ફોટાઓમાં મહાત્મા ગાંધીના પ્રસંગો ,મુંબઈની ગણેશ ચતુર્થીના દ્રશ્યો ,સહિતનાઓનો સમાવેશ થાય છે.તેવું એનઆરઆઈપી દ્વારા જાણવા મળે છે.

(7:35 pm IST)