Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

મહારાષ્ટ્રની સંજલ ગાવન્ડે બ્લૂ ઓરિજિનમાં એન્જિનિયર :સ્પેસ રોકેટ ન્યૂ શેફર્ડને વિકસાવવામાં મહત્વની ભૂમિકા

મુંબઈ યુનિવર્સિટીમાં અભ્યાસ કરનાર સંજલ ન્યૂ શેફર્ડનું નિર્માણ કરનારા એન્જિયર્સની ટીમમાં , ૨૦૧૬થી તે બ્લૂ ઓરિજિનમાં કાર્યરત

મહારાષ્ટ્રના કલ્યાણ શહેરની સંજલ ગાવન્ડે બ્લૂ ઓરિજિનમાં એન્જિનિયર છે. ૩૦ વર્ષની આ યુવતીએ બ્લૂ ઓરિજિનના સ્પેસ રોકેટ ન્યૂ શેફર્ડને વિકસાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

સંજલે મુંબઈ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો અને ઉચ્ચ અભ્યાસ માટે ૨૦૧૧માં અમેરિકા ગઈ હતી. મિશિગન ટેકનોલોજી યુનિવર્સિટીમાંથી સંજલે માસ્ટર્સ કર્યું હતું. સંજલે કહ્યું હતું કે મને ખૂબ જ આનંદ થઈ રહ્યો છે કે સ્પેસશીપ બનાવવાનું મારું બાળપણનું સપનું સાકાર થઈ રહ્યું છે.

સંજલ ન્યૂ શેફર્ડનું નિર્માણ કરનારા એન્જિયર્સની ટીમમાં છે. ૨૦૧૬થી તે બ્લૂ ઓરિજિનમાં કાર્યરત છે. એ પહેલાં તેણે નાસામાં નોકરી માટે અરજી કરી હતી, પરંતુ નાસામાં નોકરી ન મળતાં સંજલે બ્લૂ ઓરિજિનમાં નોકરી શરૃ કરી હતી.

(9:36 am IST)