Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

કઠોળના આયાતકારો, હોલસેલરો માટે રાહત જાહેર

ફકત તુવર, અડદ, ચણા, મસૂર માટે ૩૧મી ઓકટોબર સુધી સ્ટોક લિમિટ અમલમાં રહેશે

નવી દિલ્હી,તા.૨૦: સરકારે કઠોળના આયાતકારોને સ્ટોક લિમિટમાંથી મુકિત આપી હતી. મિલરો અને હોલસેલરો માટેના નિયમો પણ હળવા બનાવવામાં આવ્યા છે. ફકત તુવર, અડદ, ચણા, મસૂર માટે ૩૧મી આઙ્ખકટોબર સુધી સ્ટોક લિમિટ અમલમાં રહેશે તેવું સરકારે સોમવારે બહાર પાડેલા એક જાહેરનામામાં કહ્યું હતું. ડિપાર્ટમેન્ટ ઓફ કધઝયૂમર અર્ફેસના વેબપોર્ટલ પર સ્ટોક જણાવવાનો રહેશે, તેવું જાહેરનામામાં કહેવામાં આવ્યું છે.

'કઠોળના આયાતકારોને સ્ટોકલિમિટમાંથી મુકિત આપવામાં આવી છે. તેમણે ડિપાર્ટમેન્ટ ઓફ કધઝયૂમર અર્ફેસના પોર્ટલ પર કઠોળનો સ્ટોક જાહેર કરવાનું ચાલુ રાખવાનું રહેશે.'

હોલસેલરો માટેની સ્ટોકલિમિટ ૫૦૦ ટન રહેશે, પણ કોઈ એક કઠોળનો ૨૦૦ ટનથી વધુ સ્ટોક રાખી શકાશે નહીં. મિલરો છ મહિનાનું ઉત્પાદન અથવા કુલ વાર્ષિક ક્ષમતાના પચાસ ટકા (જે પણ વધુ હોય) તેટલો સ્ટોક રાખી શકશે.

બીજી જૂને સરકારે મગ સિવાયના તમામ કઠોળ પર સ્ટોક લિમિટ જાહેર કરી હતી. આયાતકારો અને હોલસેલરો પર ૨૦૦ ટનની અને રિટેલરો પર પાંચ ટનની સ્ટોકલિમિટ જાહેર કરવામાં આવી હતી. મિલરો પર છેલ્લા ત્રણ મહિનાનું ઉત્પાદન અથવા કુલ વાર્ષિક ઉત્પાદન ક્ષમતાના ૨૫ ટકા (જે પણ વધુ હોય) તેટલી સ્ટોકલિમિટ રાખવામાં આવી હતી.

(10:08 am IST)