Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

વિમાન મુસાફરી જેવો થશે અનુભવ

મુંબઇ-દિલ્હી રાજધાની એકસપ્રેસમાં તેજસ ટ્રેન જેવી સુવિધાઓ

મુંબઇ,તા. ૨૦: રાજધાની એકસપ્રેસમાં પણ હવે એકદમ સ્માર્ટ ટ્રેન જેવી સુવિધાઓ મળવા લાગશે. આ ટ્રેનમાં સ્માર્ટ કોચ હશે જેનાથી મુસાફરોને વધારે સેફ્ટી અને આરામદાયક મુસાફરી કરવાનો આનંદ મળી શકશે. ભારતમાં સ્માર્ટ કોચ વર્ષ ૨૦૧૮માં બનીને તૈયાર થયો હતો. ૧૨-૧૪ લાખ રૂપિયાનો વધારાનો ખર્ચ કરીને સ્માર્ટકોચ રાયબરેલીની મોર્ડન કોચ ફેકટરીમાં તૈયાર કરવામાં આવ્યો હતો.

મુંબઈ-દિલ્હી રાજધાની એકસપ્રેસમાં હાય કવોલિટીના સ્માર્ટ કોચની સુવિધા આપવામાં આવશે. મુંબઈ રાજધાની એકસપ્રેસમાં એલએચબી કોચને હટાવીને તેજસ કલાસના હાય કવોલિટીના સ્માર્ટ કોચ લગાવવામાં આવ્યા છે, જે અત્યાધુનિક સુવિધાઓ પૂરી પાડે છે. ઈન્ડિયન રેલવેનો દાવો છે કે સ્માર્ટ રેક સાથે જોડાવાથી મુસાફરોની યાત્રા આરામદાયકની સાથે સુરક્ષિત પણ થશે.

મુંબઈ સેન્ટ્રલથી નિઝામુદ્દીન જતી રાજધાની એકસપ્રેસ ટ્રેનમાં સ્માર્ટ કોચ લગાવવામાં આવ્યા છે, જેમાં ઓટોમેટિક દરવાજા છે. સ્માર્ટ કોચના તમામ દરવાજા બંધ નહીં હોય તો ટ્રેન ચાલુ નહીં થાય. આ તમામ દરવાજાનો કંટ્રોલ ટ્રેનના લોકો પાઈલટ પાસે હશે. આ ટ્રેન તેજસ ટ્રેનની સ્માર્ટ ટેકનોલોજી પર આધારિત છે, જેમાં તમામ કોચમાં પહેલીવાર ઊંઘી સકાય તેવી સીટો લગાવવામાં આવી છે. જેમાં 3AC, 2AC અને NVË ACના સ્માર્ટ કોચનો સમાવેશ થાય છે. જેનાથી મુસાફરોની યાત્રા આરામદાયક બની રહેશે.

સ્માર્ટ કોચમાં મુસાફરોનું કન્ફોર્મેશન અને કોચ કમ્યુટિંગ યુનિટ લગાવવામાં આવ્યું છે. તેજસ સ્માર્ટ કોચવાળી રાજધાની ટ્રેનમાં એરક્રાફ્ટની જેમ વાયો વેકયુમ ટોઈલ સિસ્ટમ લગાવવામાં આવી છે, જેના દ્વારા પાણીનો ઉપયોગ ઓછો થશે. રાજધાનીના તમામ ડબ્બામાં ફાયર અલાર્મ અને ડિટેકશન સિસ્ટમની સુવિધા છે. જો કોઈ કોચમાં ધૂમાડો દેખાય છે તો ફાયર અલાર્મમાં લાગેલા સેન્સર તેને ડિટેકટ કરી લેશે અને ઓટોમેટિક બ્રેક વાગી જશે.

મુંબઈ રાજધાનીના આ સ્માર્ટ કોચમાં ડે-નાઈટ વિઝન, ફેસ રેકોગ્નાઈઝેશન અને વીડિયો રેકોર્ડિંગ સિસ્ટમ છે. પેસેન્જર ઈન્ફોર્મેશન સેન્ટર, ડિજિટલ ડેસ્ટિનેશન બોર્ડ, મેડિકલ કે સુરક્ષા ઈમર્જન્સીની સ્થિતિમાં તાત્કાલિક ટોકબેકની સુવિધા આપવામાં આવી છે. એક એપ દ્વારા મુંબઈ રાજધાનીના મુસાફરો અટેન્ડેન્ટના સંપર્કમાં પણ રહી શકે છે.

(10:11 am IST)