Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

મોબાઇલ સ્ક્રીન તુટશે તો આપમેળે જોડાઇ જશે

નવી દિલ્હી,તા. ૨૦: એવું થાય કે તમારો મોબાઇલ ફોન હાથમાંથી પડી જાય, તેનો સ્ક્રીન તૂટે અને આપમેળે જ સંધાઇ જાય. ભવિષ્યમાં કદાચ આવું શકય બનશે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (IISER) અને આઇઆઇટી ખડગપુરના વૈજ્ઞાનિકોએ એવું સેલ્ફ -હિલીંગ મટિરિયલ વિકસાવ્યું છે જે ક્ષણવારમાં જાતે જ રિપેર થાય છે.

આવા ઓર્ગેનિક મટિરિયલને સફળતા મળશે તો સેલ્ફ -હિલીંગ ઇલેકટ્રોનિક ગેજેટ્સ અને ઓપ્ટિકલ ઇન્ડસ્ટ્રી સહિત ઘણા ક્ષેત્રમાં તે ઉપયોગી બનશે. અમેરિકાના પ્રતિષ્ઠિત સાયન્સ () જર્નલમાં આ રિસર્ચ પ્રકાશિત કરાયું છે. રિસર્ચર્સના જણાવ્યા અનુસાર અગાઉ પણ સેલ્ફ હિલિંગ મટિરિયલ્સ વિકસાવાયા હતા એરોસ્પેસ, એન્જિનિયરિંગ અને ઓટોમેશનમાં તેનો ઉપયોય પણ કરાય છે તફાવત એ છે કે તેમણે હવે નક્કર મટિરિટલસની નવી કેટેગરી વિકસાવી છે, જે સમાનતા ધરાવતા અન્ય મટિરિયલ કરતા ૧૦ ગણી કડક હોવાનો દાવો છે.

અગાઉ વિકસાવાયેલા મટિરિયલ પ્રમાણમાં નરમ અને કોઇ સ્પષ્ટ આકાર વગરના હતા. તેમને આપમેળે રિપેર થવા માટે પ્રકાશ, ગરમી કે કેમિકલની જરૂર પડતી હતી. જો કે, નવું મટિરિયલ ઘણુ કડક છે અને તે પોતાના ઇલેકિટ્રક ચાર્જિસની મદદથી આપમેળે રિપેર થાય છે. આઇઆઇટી ખડગપુરના એક રિસર્ચર પ્રોફેસર ભાનુ ભૂષણ ખટુઆએ સોમવારે સ્પષ્ટતા કરી હતી ેક 'રિપેરિંગની પ્રકિયામાં તૂટેલા ટૂકડા મધમાખીની પાંખની જેમ ઝડપથી ગતિ કરે છે જેને ડીઝલ કાર સાથે સરખાવી શકાય. ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી તરફથી ૨૦૧૫માં પ્રતિષ્ઠિત સ્વર્ણજયંતિ ફેલોશિપ જીતનારા પ્રોફેસર સી મલ્લા રેડ્ડી અને આઇઆઇએસઇઆર કોલકતાની તેમની ટીમે નક્કર મટિરિયલ્સની એક નવી કેટેગરી વિકસાવી છે.

(10:17 am IST)