Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

નરેન્દ્રભાઈની ઈઝરાઈલ મુલાકાત બાદ સંસદની ચૂંટણી પૂર્વે રાહુલ ગાંધી સહિતના સંખ્યાબંધ મહાનુભાવોના ફોન હેક કરવાનું ઇઝરાયેલ દ્વારા શરૂ થયેલ: મોટો વિસ્ફોટ

ડો. સુબ્રમણીયમ સ્વામીનાં પુત્રી અને ધ હિન્દૂ અખબાર સાથે સંકળાયેલા આંતરાષ્ટ્રીય બાબતોનાં પત્રકાર સુહાસિની હૈદરનો પેગ્સસ ગેટ વિસ્ફોટ અંગે  ખળભળાટ મચાવતો સનસનીખેજ ટ્વિટ જાહેર થયેલા છે. જેમાં લખ્યું છે કે ઇઝરાયેલ દ્વારા ભારતીય નંબરોની જાસૂસી કરવાનું તે સમયમાં શરૂ થયું હતું જ્યારે 2017માં નરેન્દ્રભાઈ ઇઝરાયેલ ની મુલાકાતે ગયા હતા અને યાહૂ સાથેના તેમના સંબંધો ખૂબ જ ગાઢ બન્યા હતા ફ્રેન્ચ અખબાર લી-મોન્ડે ને ટાંકીને સુહાસિની હૈદરે પણ આ જ ટ્વિટ કર્યું છે..
ધ ગારડીયન નોંધે છે કે ભારતના વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સૌથી અગ્રણી રાજકીય હરીફ, વિરોધી વ્યક્તિ, રાહુલ ગાંધીના બે વાર ફોન નંબર ડેટા લીક થતાં સંભવિત જાસૂસી લક્ષ્યાંક તરીકે પસંદ થયા હતા. આ સહિત  ડઝનેક ભારતીય રાજકારણીઓ, પત્રકારો, કાર્યકરો અને સરકારી ટીકાકારોની ના ફોન નંબર હેક થાય હતા.  ઇઝરાયલી કંપનીના સરકારી ગ્રાહકો માટે આ લક્ષ્યો હતા.
ભારતની ૨૦૧૯ ની રાષ્ટ્રીય ચૂંટણીઓ દરમિયાન કોંગ્રેસના નેતૃત્વ કરનારા રાહુલ ગાંધીના બે નંબરોને મતદાનના એક વર્ષ પહેલાં સંભવિત જાસૂસી  માટે  પસંદ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદના મહિનાઓમાં એનએસઓએ જાસૂસી સાધન પેગાસુસ ગ્રાહકોના મોબાઇલમાં ઘુસણખોરી કરવાની મંજૂરી આપેલ હતી તેમ મનાય છે. આ સ્પાઇવેર દ્વારા મહાનુભાવોના  ફોન અને સંદેશાઓ, કેમેરા ફીડ્સ અને માઇક્રોફોનમાં  ઘૂસણખોરી શક્ય બની હતી.

(11:23 am IST)