Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

બકરી ઈદ તહેવાર નિમિત્તે લોકડાઉનમાં છૂટ મુકવા બદલ કેરળ સરકારને સુપ્રીમ કોર્ટની ફટકાર : ધર્મ કરતા મનુષ્યનું જીવન વધુ મહત્વનું છે : ગઈકાલ સોમવારે દાખલ કરાયેલી પિટિશન મામલે આજરોજ મંગળવારે સુપ્રીમ કોર્ટનો ચુકાદો

ન્યુદિલ્હી : બકરી ઈદ તહેવાર નિમિત્તે કેરળ સરકારે 19 થી 21 જુલાઈ દરમિયાન ત્રણ દિવસ માટે લોકડાઉનમાં છૂટ મૂકી હતી. જેના વિરોધમાં ગઈકાલ સોમવારે સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરાઈ હતી. જેનો આજરોજ મંગળવારે ચુકાદો આપતા નામદાર કોર્ટે જણાવ્યું હતું  કે ધર્મ કરતા મનુષ્યનું જીવન વધુ મહત્વનું છે.

નામદાર કોર્ટે કેરળ સરકારને ફિટકાર આપતા જણાવ્યું હતું કે વેપારીઓની રજુઆત સામે તમે આત્મ સમર્પણ કેમ કરી દીધું ? .નામદાર કોર્ટે યુ.પી.તથા ઉત્તરાખંડની કાવડ યાત્રા ઉપર મુકાયેલી રોકનું પણ ઉદાહરણ આપી બકરી ઈદ નિમિત્તે લોકડાઉનમાં મુકાયેલી છૂટ પાછી ખેંચી લેવા કેરળ સરકારને આદેશ આપ્યો હતો તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

 

(12:57 pm IST)