Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

અદાણી ગ્રુપની ૪ કંપનીના શેરોમાં લોઅર સર્કિટ

અદાણી ગ્રુપના ૬માંથી ૪ કંપનીના શેરોમાં લોઅર સર્કિટ લાગી ગઈઃ રોકાણકારો ખૂબ જ ઝડપથી અદાણીના શેર વેચી રહ્યા છે

મુંબઈ, તા.૨૦: ગૌતમ અદાણીની મુશ્કેલીઓ વધતી જઈ રહી છે. સંસદના ચોમાસું સત્રના પહેલા દિવસે સરકારે ગૃહમાં જણાવ્યું કે અદાણી ગ્રુપની અનેક કંપનીઓ સેબીની તપાસ હેઠળ છે. ૧૯ જુલાઈએ ગૃહમાં લેખિત આપવામાં આવેલા જવાબમાં નાણા રાજય મંત્રી પંકજ ચૌધરીએ કહ્યું કે, અદાણી ગ્રુપની અનેક કંપનીઓની સેબી અને સરકારની ડાયરેકટોરેટ ઓફ રેવન્યૂ ઇન્ટેલિજન્સ (DRI) તપાસ કરી રહી છે. આ સમાચાર આવ્યા બાદ અદાણી ગ્રુપની કંપનીઓના શેરોએ ઘટાડાના નવા લેવલ સ્થાપિત કર્યા છે. મંગળવારે અદાણી ગ્રુપના ૬માંથી ૪ કંપનીના શેરોમાં લોઅર સર્કિટ લાગી ગઈ. શેર અત્યાર સુધીના સૌથી નીચા સ્તરે પહોંચી ગયા છે. રોકાણકારો ખૂબ જ ઝડપથી અદાણીના શેર વેચી રહ્યા છે.

નોંધનીય છે કે, મંગળવારે શેર માર્કેટ ખૂલતાં જ અદાણી ગ્રુપની ૩ કંપનીઓમાં લોઅર સર્કિટ જોવા મળી. થોડી વાર બાદ જ વધુ એક કંપનીમાં લોઅર સર્કિટ લાગી ગઈ. આમ, ૪ કંપનીમાં લોઅર સર્કિટ જોવા મળી. બીજી તરફ, અદાણીની અન્ય કંપનીઓના શેરોમાં પણ ભારે ઘટડો આવ્યો છે. અદાણી ટ્રાન્સમિશન, અદાણી ટોટલ અને ગેસ લિમિટેડ અને અદાણી ગ્રીનના શેરોમાં લોઅર સર્કિટ લાગી ગઈ. આ ઉપરાંત અદાણી પાવરમાં પણ લોઅર સર્કિટ લાગી છે.

જાણો અદાણી કંપનીના શેરોનો હાલ

 >> BSE પર આજે Adani Portના શેર ૧.૨૯ ટકા દ્યટીને ૬૬૫ રૂપિયા પર આવી ગયો છે.

 >> Adani Transmission Ltdના શેર ૫ ટકા ઘટીને ૯૨૦.૫૫ રૂપિયા પર આવી ગયો છે.

 >> Adani Total Gas Ltdના શેરમાં ૫ ટકાના ઘટાડા બાદ તે ૮૧૩.૬૦ રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો છે.

 >> ADANI ENTERPRISES LTDના શર ૨.૨૬ ટકા ઘટીને ૧૩૪૯.૪૦ પર આવી ગયો.

 >> ADANI POWER LTDના શેરમાં ૪.૯૯ ટકાનો ઘટાડો આવ્યો છે. તેની પ્રાઇઝ ૯૭.૨૦ રૂપિયા થઈ ગઈ છે.

(3:48 pm IST)