Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

પેગાસસ સ્પાઇવેર વિવાદમાં એક નવો ખુલાસો: કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસ સરકાર સાથે જોડાયેલા ફોનનંબર સંભવિત સ્પાઇવેર ટાર્ગેટ

જુલાઇ 2019માં જેડીએસ-કોંગ્રેસની સરકાર પડ્યા બાદ અને ભાજપની સરકાર બનવાથી આ કથિત જાસૂસી સાથે સબંધ

પેગાસસ સ્પાઇવેર વિવાદમાં એક નવો ખુલાસો થયો છે. ધ વાયરે આ ઇઝરાયલી સ્પાઇવેર સાથે જોડાયેલા પોતાના નવા ખુલાસામાં કહ્યુ છે કે વર્ષ 2019માં કર્ણાટકની જનતા દળ સેકુલર-કોંગ્રેસ સરકાર સાથે જોડાયેલા ફોન નંબર સંભવિત ટાર્ગેટ હતા. ધ વાયરના રિપોર્ટ અનુસાર, જુલાઇ 2019માં જેડીએસ-કોંગ્રેસની સરકાર પડ્યા બાદ અને ભાજપની સરકાર બનવાથી આ કથિત જાસૂસી સાથે સબંધ છે.

નાયબ મુખ્યમંત્રી જી પરમેશ્વર અને મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી અને પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના અંગત સચિવોના ફોન નંબર કથિત રીતે સંભવિત લક્ષ્યના રૂપમાં પસંદ કરવામાં આવ્યા હતા.

ધ વાયરનું કહેવુ છે કે આ નંબરોને ત્યારે જોવામાં આવ્યા જ્યારે નંબરના રેકોર્ડની સમીક્ષા કરવામાં આવી રહી હતી જેમાં ઇઝરાયલના એનએસઓ ગ્રુપના એક ભારતીય ગ્રાહકને રસ હતો. એનએસઓ ગ્રુપનો દાવો છે કે તે પેગાસસ સ્પાઇવેરને માત્ર સરકારને જ વેચે છે.

મહત્વપૂર્ણ છે કે ધ વાયરના રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર, બે કેન્દ્રીય મંત્રી, ટીએમસી નેતા અભિષેક બેનરજી અને 40 ભારતીય પત્રકાર જાસૂસી સબંધિત ટાર્ગેટ હતા. આ યાદી ભારતની એક અજાણી એજન્સીની છે, જે ઇઝરાયલની કંપની એનએસઓ ગ્રુપના સ્પાઇવેર Pegasus યૂઝ કરે છે. એનએસઓનું કહેવુ છે કે તે પોતાના Pegasus સ્પાઇવેર સરકારોને જ આતંક સામે લડવાના અર્થથી આપે છે. કોઇ પણ પ્રાઇવેટ કંપનીને આ સ્પાઇવેર આપવામાં આવતુ નથી.

જોકે, ભારત સરકારે તેમાં પોતાની ભૂમિકાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે. બીજી તરફ કોંગ્રેસ સહિત વિપક્ષી પાર્ટીઓ આ મુદ્દાને લઇને મોદી સરકારને ઘેરી રહી છે. કોંગ્રેસે સોમવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની માંગ કરતા પીએમ મોદીને તેમાં ભૂમિકાની તપાસની માંગ કરી હતી

(7:17 pm IST)