Gujarati News

Gujarati News

News of Thursday, 20th August 2020

અમેરિકામાં નવેમ્બર માસમાં યોજાનારી પ્રેસિડન્ટ પદની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પનો મુકાબલો કરશે જો બિડન : ડેમોક્રેટિક પાર્ટીના વર્ચ્યુઅલ રાષ્ટ્રીય અધિવેશનમાં સત્તાવાર ઘોષણાં : વાઇસ પ્રેસિડન્ટ તરીકે ભારતીય મૂળના સેનેટર મહિલા સુશ્રી કમલા હેરિસ ઉમેદવારી નોંધાવશે

વિસ્કોસીન : અમેરિકામાં નવેમ્બર માસમાં યોજાનારી પ્રેસિડન્ટ પદની ચૂંટણી માટે રણનીતિ ઘડવા ડેમોક્રેટિક પાર્ટીનું 4 દિવસીય વર્ચ્યુઅલ રાષ્ટ્રીય અધિવેશન સોમવાર 17 ઓગસ્ટથી  શરૂ થયું છે.જેમાં ડેમોક્રેટિક પાર્ટીના પ્રેસિડન્ટ પદના  ઉમેદવાર તરીકે જો બિડનને માન્યતા આપવામાં આવી છે.તેઓ રિપબ્લિકન ડોનાલ્ડ ટ્રમ્પનો મુકાબલો કરશે.
સાથોસાથ વાઇસ પ્રેસિડન્ટ પદ માટે ભારતીય મૂળના સેનેટર મહિલા સુશ્રી કમલા હેરિસ ને માન્યતા આપવામાં આવી છે.
આ તકે પ્રેસિડન્ટ પદના ઉમેદવાર જો બીડને જણાવ્યું હતું કે પાર્ટીએ પ્રેસિડન્ટ પદના ઉમેદવાર તરીકે મારી પસંદગી કરી છે તે બાબતને હું મારુ સન્માન ગણું છું.
અધિવેશનમાં અમેરિકાના પૂર્વ પ્રેસિડન્ટ બરાક ઓબામાના પત્ની મિચેલ ઓબામા ,પ્રેસિડન્ટ પદના ડેમોક્રેટિક પાર્ટીના પૂર્વ ઉમેદવાર બર્ની સેન્ડર્સ સહીત આગેવાનોએ ઉદ્બોધનો કર્યા હતા. વર્ચ્યુઅલ અધિવેશનમાં ડેમોક્રેટિક પાર્ટીના અનુયાયીઓ વિશાળ સંખ્યામા જોડાયા છે.

(12:43 pm IST)