Gujarati News

Gujarati News

News of Thursday, 20th August 2020

કોણ જીતશે ટ્રમ્પ કે બિડન ? : અમેરિકામાં પ્રેસિડન્ટ પદનો ચૂંટણી પ્રચાર પૂર જોશમાં : છેલ્લા સર્વે મુજબ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવારો જો બિડન અને સુશ્રી કમલા હેરિસ 54 ટકા મતદારોની પસંદ : વાઇસ પ્રેસિડન્ટ પદના ઉમેદવાર તરીકે સુશ્રી કમલા હેરિસની પસંદગીને મળી રહેલો ભારે આવકાર

વોશિંગટન : અમેરિકામાં નવેમ્બર માસમાં યોજાનારી પ્રેસિડન્ટ પદની ચૂંટણીનો સમય જેમ જેમ નજીક આવતો જાય છે તેમ તેમ પ્રચાર યુદ્ધ જોર પકડતું જાય છે.રિપબ્લિકન અને ડેમોક્રેટિક ઉમેદવારો દ્વારા સામસામી આક્ષેપબાજી શરૂ થઇ ગઈ છે.
આ બધા વચ્ચે તાજેતરમાં યોજાયેલા સર્વેમાં જાણવા મળ્યા મુજબ 54 ટકા મતદારોની પસંદ પ્રેસિડન્ટ પદના ડેમોક્રેટિક ઉમેદવારો જો બિડન અને સુશ્રી કમલા હેરિસ માટે છે.તે બંને 12 પોઈન્ટથી આગળ છે.જોકે આ અગાઉના સર્વેમાં 15 પોઈન્ટથી આગળ હતા.
સાથોસાથ વાઇસ પ્રેસિડન્ટ પદ માટે સુશ્રી કમલા હેરિસની પસંદગીને ભારે આવકાર મળી રહ્યો હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(7:28 pm IST)