Gujarati News

Gujarati News

News of Thursday, 20th August 2020

ડેમોક્રેટિક પાર્ટીના વર્ચ્યુઅલ નેશનલ અધિવેશનમાં મેરીલેન્ડનું પ્રતિનિધિત્વ ઇન્ડિયન અમેરિકન સ્ટુડન્ટ યુવતી બિયાંકા શાહએ કર્યું : ડેમોક્રેટિક પાર્ટીમાં યુવાનો ,લઘુમતી કોમ ,તથા મહિલાઓ માટે પૂરતી તકો હોવાનું મંતવ્ય વ્યક્ત કર્યું

મેરીલેન્ડ : અમેરિકામાં 17 તારીખથી 4 દિવસ માટે શરૂ થયેલા ડેમોક્રેટિક પાર્ટીના વર્ચ્યુઅલ નેશનલ અધિવેશનમાં મેરીલેન્ડનું પ્રતિનિધિત્વ કરવા માટે ઇન્ડિયન અમેરિકન સ્ટુડન્ટ યુવતી 20 વર્ષીય  બિયાનકા શાહની પસંદગી કરવામાં આવી છે.
સુશ્રી શાહએ જણાવ્યું હતું કે ડેમોક્રેટિક પાર્ટીમાં યુવાનો ,લઘુમતી કોમ ,તથા મહિલાઓ માટે પૂરતી તકો છે. અધિવેશનમાં મેરીલેન્ડનું પ્રતિનિધિત્વ કરવાની તક મળવા બદલ તેણે રોમાન્ચ સાથે આનંદ વ્યક્ત કર્યો હતો.બિયાંકા અને તેના પિતાશ્રી દેવાંગ શાહ મેરીલેન્ડમાંથી ડેમોક્રેટિક પાર્ટીનું પ્રતિનિધિત્વ કરવા ચૂંટાઈ આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે બિયાંકાએ આ અગાઉ પણ ડેમોક્રેટિક પાર્ટીના પ્રેસિડન્ટ પદના ઉમેદવાર હિલેરી ક્લિન્ટન માટે પ્રચાર કર્યો હતો.

(8:09 pm IST)