Gujarati News

Gujarati News

News of Thursday, 20th August 2020

મુખર્જીની હાલત વધુ ખરાબ, ફેફસાંમાં ઈન્ફેશન વધી ગયું

અનેક દિવસથી વેન્ટિલેટર સપોર્ટ સાથે સારવાર : ૮૪ વર્ષીય પ્રણવ મુખર્જીને ૧૦ ઓગસ્ટે તબિયત ખરાબ હોવાના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા

નવી દિલ્હી, તા. ૧૯: દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની તબિયત પહેલાં કરતાં વધારે ખરાબ થઈ ગઈ છે. દિલ્હી સ્થિત સેના હોસ્પિટલે બુધવારે આપેલી જાણકારી પ્રમાણે પ્રણવ મુખર્જીના ફેફસા ઈન્ફેક્શન વધી ગયું છે. વેન્ટિલેટર સપોર્ટ પર તેમની સારવાર ચાલી રહી છે. ડૉક્ટરોની એક ટીમ તેમની દેખરેખ રાખી રહી છે. છેલ્લા કેટલાય દિવસોથી તેમની તબિયત ગંભીર બની ગઈ છે. મંગળવારે સેનાના રિસર્ચ એન્ડ રેફરલ હોસ્પિટલે કહ્યુ હતુ કે પ્રણવ મુખર્જીની તબિયતમાં કોઈ પરિવર્તન નથી. જોકે ડૉક્ટરોએ એ પણ કહ્યું હતું કે તેમના મહત્વપૂર્ણ પેરામીટર સ્થિર છે.

૮૪ વર્ષીય પ્રણવ મુખર્જીને ૧૦ ઓગસ્ટે તબિયત ખરાબ હોવાના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. દિલ્હી કેન્ટ સ્થિત હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે. કેટલાય દિવસ પહેલા તેમની બ્રેઈન સર્જરી થઈ હતી.

ઉલ્લેખનીય છે કે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી કોરોના વાઇરસથી પોઝીટીવ થયા હતા. ૧૦ ઓગસ્ટના રોજ પ્રણવ મુખર્જીએ ટ્વીટ કરી આ માહિતી આપી હતી. પ્રણવ મુખર્જીએ ટ્વીટમાં લખ્યું હતુ કે આ વખતે હોસ્પિટલમાં રૂટીન ચેકઅપ વખતે મારો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. પ્રણવ મુખર્જીએ પોતાની ટ્વીટમાં લખ્યું હતુ કે, છેલ્લા એક અઠવાડિયામાં મારા સંપર્કમાં આવેલા લોકોને વિનંતી કરૂ છું કે તેઓ તમામ લોકો ટેસ્ટ કરાવે અને આઇસોલેટ થઇ જાય છે. પ્રણવ મુખર્જીની બ્રેન સર્જરી કર્યા પછી તેમની હાલત વધુ બગડતા તેમને આર્મીઝ રિસર્ચ એન્ડ રેફરલ હોસ્પિટલમાં વેન્ટીલેટર પર રખાયા હતા.

(10:13 pm IST)