Gujarati News

Gujarati News

News of Thursday, 20th August 2020

પાન મસાલા -સિગારેટ થઇ શકે મોંઘા

પાન મસાલા પર હાલમાં ૨૮ ટકા GST અને ૬૦ ટકા સેસ લગાવવામાં આવે છેઃ GST કાઉન્સિલની ૪૧મી બેઠકમાં લેવાશે નિર્ણય

નવી દિલ્હી,તા. ૨૦: GST કાઉન્સિલની ૪૧મી બેઠક ૨૭ ઓગસ્ટના રોજ થઇ શકે છે. આ બેઠકમાં એકમાત્ર એજન્ડો કમ્પેન્સેશન જરૂરતોને પૂરી પાડવાના ઉપાયો પર રહેશે. આ ઉપરાંત બેઠકમાં કમ્પેન્સેશન ફંડને વધારવા માટે ૩ ટોચના સૂચનો પર પણ ચર્ચા થવાની સંભાવના છે. GST કાઉન્સિલની બેઠકમાં અમુક રાજયો દ્વારા અહિતકારક સામાનો એટલે કે સિન ગુડ્સ પર સેસ વધારવાના પ્રસ્તાવ પર ચર્ચા થવાની સંભાવના છે. સિન ગુડ્સ પર સેસ વધારવાના સૂચનો આપવામાં પંજાબ, છત્ત્।ીસગઢ, બિહાર, ગોવા, દિલ્હી, ઉત્ત્।ર પ્રદેશ જેવા રાજયો સામેલ છે. જો એવું બને છે તો સિગરેટ, પાન મસાલા મોંઘા થઇ જશે.

હાલમાં જે GST રેટ સ્ટ્રકચર છે, તેના અનુસાર જે સિન ગુડ્સ જેમાં સિગરેટ, પાન મસાલા અને એરેટેડ ડ્રિંક સામેલ છે તેના પર સેસ લાગે છે. સિન ગુડ્સ ઉપરાંત કાર જેવા લગ્ઝરી ઉત્પાદનો પર પણ સેસ લગાવવામાં આવે છે.

હાલના સમયમાં પાન-મસાલા પર ૧૦૦ ટકા સેસ લાગે છે અને સેસ નિયમો અનુસાર વધારેમાં વધારે ૧૩૦ ટકા સેસ વધારી શકાય છે. જેનો અર્થ થાય છે કે GST કાઉન્સિલ જો આ નિર્ણય લે છે તો પાન મસાલા પર ૩૦ ટકા સેસ દર વધી જશે. તેવી જ રીતે એરેટેડ ડ્રિંક પર ૧૨ ટકા સેસ લાગે છે અને કાયદામાં વધુમાં વધુ સીમા ૧૫ ટકા છે. માટે જો કાઉન્સિલ નિર્ણય લે છે તો ૩ ટકા વધારાનો સેસ જોડવામાં આવી શકે છે. સિગરેટ માટે વધારેમાં વધારે સંભવ સેસ જે લગાવી શકાય છે તે છે- ૨૯૦ ટકા એડ વૈલેરમની સાથે ૪૧૭૦ રૂપિયા પ્રતિ હજાર સ્ટિક છે.

પાન મસાલા પર હાલમાં ૨૮ ટકા GST અને ૬૦ ટકા સેસ લગાવવામાં આવે છે. તો ગુટખા પર ૨૦૪ ટકા સેસ લગાવવામાં આવે છે. પાન મસાલા નાના પેકેટો કે પાઉચમાં વેચાઈ છે. જેની મોટા પ્રમાણે ચૂકવણી રોકડમાં કરવામાં આવે છે. તેને કારણે ટેકસ અધિકારીઓને પાન મસાલાની આપૂર્તિનું યોગ્ય આંકલન કરવું મુશ્કેલ થઈ જાય છે. એવામાં કર ચોરીની આશંકા વધે છે. હાલના સમયમાં સિગરેટની દરેક શ્રેણીઓ ૪૧૭૦ રૂપિયા પ્રતિ હજાર સ્ટિક વધારેના બોજાને વહન કરે છે અને તે એકમાત્ર વિશેષ પ્રકારની સિગરેટ પર લગાવવામાં આવે છે. તેને જોતા GST કાઉન્સિલની પાસે ૨૫૪ ટકા વધારાનો સેસ લગાવવાનો વિકલ્પ છે. જોકે, આ અભૂતપૂર્વ છે કે કાઉન્સિલ કોઈપણ વસ્તુ પર સેસને એકવારમાં અધિકતમ સંભવ સીમા સુધી વધારી દે છે.

(11:12 am IST)