Gujarati News

Gujarati News

News of Thursday, 20th August 2020

છેલ્લાં ત્રીસ વર્ષથી આ ભાઇ માત્ર વરસાદનું પાણી જ પીએ છે

આદતને તેઓ પોતાના નીરોગીપણાનું રહસ્ય ગણાવે છે

હૈદ્રાબાદ,તા.૨૦: તેલંગાણના સંગરેડ્ડી શહેરના રિટાયર્ડ બેન્ક અધિકારી પોન્નડા વસંતકુમાર છેલ્લા ત્રણ દાયકાથી વરસાદનું પાણી જ પીવામાં વાપરે છે અને તેમની આ આદતને તેઓ પોતાના નીરોગીપણાનું રહસ્ય ગણાવે છે.

લગભગ છેલ્લાં ત્રીસેક વર્ષથી ઘરની બાલ્કનીમાં છ મોટાં ડ્રમ મૂકીને ઘરના છાપરા પરથી વરસતા વરસાદના પાણીને પાઇપ દ્વારા એકત્રિત કરવા એક સિસ્ટમ તેણે બનાવી છે. તેઓ દરેક ડ્રમમાં થોડીક માત્રામાં ફટકડી ભેળવે છે જેના પરિણામે ધૂળના કણો તળિયે જમા થાય છે અને થોડા દિવસો પછી એ પાણીનો ઉપયોગ પીવામાં કરે છે. પાણીને ફિલ્ટર કર્યા પછી એનો તાંબાના વાસણમાં સંગ્રહ કરીને રસોઈ તેમ જ પીવા માટે એનો ઉપયોગ કરે છે.

વરસાદી પાણીનો ઉપયોગ શરૂ કર્યા પછી તેમને કોઈ દવાઓ લેવાની આવશ્યકતા પડી નથી. સાંધાના દુખાવા, ડાયાબિટીઝ કે બ્લડ-પ્રેશર જેવી કોઈ પ્રકારની તકલીફો તેમને નડી નથી.

(11:14 am IST)