Gujarati News

Gujarati News

News of Thursday, 20th August 2020

ભારત-ચીન સરહદ વિવાદ ઉકેલવા માટે WMCCની આજે બેઠક

આ બેઠકમાં ચીની સૈનિકોને પાછળ હટાવા અને સૈન્યબળની વચ્ચે તણાવને ઓછો કરવા પર થશે વાતચીત

ભારત-ચીનની વચ્ચે પૂર્વ લદ્દાખમાં ચાલી રહેલા તણવાને ઓછો કરવાની કોશિષ ચાલી રહી છે. આ કડીમાં આજે ભારત-ચીન સરહદ બાબતની Working Mechanism for Consultation and Coordination -WMCCની બેઠક થઇ રહી છે. આ બેઠકમાં પૂર્વ લદ્દાખના LACથી ચીની સૈનિકોને પાછળ હટાવા અને સૈન્ય બળોની વચ્ચે તણાવને ઓછો કરવા પર વાતચીત થશે. આ બધાની વચ્ચે સમાચાર છે કે ચીને લિપુલેખની પાસે પોતાની સૈન્ય તાકાત વધારી દીધી છે. જે ભારત માટે ચિંતાજનક વાત છે.

WMCCની ૧૭મી બેઠક ગયા મહિને થઇ હતી જેમાં બંને દેશોના સૈનિકોને સામ-સામે તૈનાતીથી પાછળ હટાવા પર સહમતિ બની હતી. આ બેઠકમાં LACથી બંને દેશોની સેનાઓને પાછળ કરવાના હતા અને શાંતિ પુનઃસ્થાપિત કરવા બંને દેશોની વચ્ચે સંબંધોને શ્રેષ્ઠ બનાવાના હતા.

WMCCની બેઠકમાં બંને દેશોના સચિવ સ્તરના અધિકારી સામેલ હતા અને વાતચીતનું નેતૃત્વ કરે છે. જો કે પાછલી વાતચીતમાં સહમતિ આપ્યા બાદ ચીને ફિંગર એરિયા, દેપસાંગ અને ગોગરાથી પોતાના સૈનિકોને હટાવ્યા નથી. ફિંગર એરિયામાં છેલ્લાં ૩ મહિનાથી ચીની સૈનિકો જૈસેથૈ છે અને આ બધાની વચ્ચે ચીની સૈનિકોએ સ્થાયી નિર્માણ પણ કરી લીધું છે જેમાં બંકર બનાવાનું પણ સામેલ છે.

ભારતે કહ્યું કે ચીનને એલએસીથી સૈનિકોના જમાવડાને હટાવો પડશે અને વિસ્તારમાં શાંતિ સ્થાપિત ત્યારે થઇ શકે છે જયારે પૂર્વ લદ્દાખના એલએસીથી ચીની સેના પાછળ હટવા અને ડિ-અસ્કેલેશનની પ્રક્રિયા પૂરી થાય.

આ બધાની વચ્ચે સમાચાર આવી રહ્યા છે કે ચીને લિપુલેખની પાસે પોતાની સેનાને તૈનાત કરી દીધી છે. લિપુલેખથી માત્ર ૧૦ કિલોમીટર દૂર પાલામાં ચીને ૧૫૦ લાઇટ કંબાઇંડ આર્મ્સ બ્રિગેડને તૈનાત કરી દીધી છે.  લિપુલેખ એ વિસ્તાર છે જેને લઇ તાજેતરમાં ભારત અને નેપાળમાં તણાવ પેદા થઇ ગયો હતો. આ ભારત-નેપાળ-તિબેટની વચ્ચે ટ્રાઇ-જંકશન તરીકે કામ કરે છે. જે ઉત્ત્।રાખંડના કાલાપાની ઘાટીના ઉપરી હિસ્સામાં પડે છે. હેરાનીની વાત છે કે ચીનની સૈનિકોની તૈનાતી અંગે ભારતીય અધિકારીઓને બે સપ્તાહ પહેલાં જ માહિતી મળી છે.

(11:52 am IST)