Gujarati News

Gujarati News

News of Thursday, 20th August 2020

ઇ-કોમર્સની જેમ ઇ-ફાર્મસી પરની દવામાં મળશે ભારે છૂટછાટઃ ગ્રાહકોને ફાયદો થશે

કોરોના કાળમાં ઓનલાઇન ફાર્મસી બિઝનેસ ર૦૦% વધ્યો : રિલાયન્સ રિટેલના આગમનથી ઇ-ફાર્મા ક્ષેત્રે સ્પર્ધા વધશે જો કે ઇ-ફાર્મસીના વિરોધમાં છે મેડિકલ સ્ટોર

નવી દિલ્હી તા. ર૦ :.. કોરોના મહામારીએ પારંપરિક રીતે ચાલતી ભારતીય બજારો અને ખરીદારીની રીતમાં મોટો ફેરફાર આણ્યો છે. આ ફેરફારને કારણે ઇ-કોમર્સ અને ઇ-ફાર્મસીના કારોબારમાં ધરખમ ઉછાળો આવ્યો છે.

બદલતા દોરને ધ્યાનમાં રાખી રીટેલ વેપારમાં આવેલી રિલાયન્સ રિટેર્લ હવે ઓનલાઇન ફાર્મસી કારોબારમાં ઝૂકાવ્યું છે રિલાયન્સે વિટાલિક હેલ્થની ૬૦ ટકા ભાગીદારી ૬ર૦ કરોડમાં ખરીદી છે એમેઝોન ઇન્ડીયાએ પણ ઓનલાઇન દવા વેચવાનું એલાન કર્યુ છે. ફિલ્પકાર્ટ પણ ઇ-ફાર્મસીમાં આવી રહેલ છે. પહેલાથી લગભગ પ૦ કંપનીઓ દેશના વિવિધ ભાગોમાં ઓનલાઇન દવા વેચવાનું કામ કરી રહી છે. નિષ્ણાતોનું કહેવું છે કે રિલાયન્સ, એમેઝોન અને ફિલ્પકાર્ટની એન્ટ્રીથી દવા બજારમાં સ્પર્ધા વધશે જેનો ફાયદો ગ્રાહકોને દવા ખરીદી પર વિવિધ છૂટ રીતે મળશે.

કોરોનાકાળમાં ઓનલઇન ફાર્મસીનું વેંચાણ ર૦૦ ટકા વધ્યું છે. ૧ એમ. જી., ફાર્મ ઇઝી, નેટ મંદ જેવી ઇ-ફાર્મસી એપથી દવાની ધુમ ખરીદી થઇ છે. સંપર્ક વગર ઘેર બેઠા દવા મંગાવવાનું ચલણ વધ્યું છે આ ટ્રેન્ડ આવતા સમયમાં વધશે.

બજારના નિષ્ણાતોનું કહેવું છે કે ઇ-ફાર્મસી કારોબારમાં - રિલાયન્સ રિટેલના આગમનથી ગ્રાહકોને ફાયદો થશે. ઝીયોની જેમ ઇ-ફાર્મસીમાં પણ તે છૂટ આપશે. જેથી સ્પર્ધા વધશે.

ડબલ્યુએચઓ ના કહેવા મુજબ ભારતમાં દર ૧૦ માંથી ૧ દવા નકલી હોય છે. એસોચેમના કહેવા મુજબ ભારતના ઘરેલુ દવા બજારમાં રપ ટકા નકલી દવા મળે છે ઇ-ફાર્મસીની પહોંચ દેશના દરેક ખુણે  સુધી હોવાથી નકલી દવાના ધંધને રોકવામાં મદદ મળશે. ઇ-ફાર્મસી કંપની ડિસ્ટ્રીબ્યુટર્સ માટે કડક નિયમોથી લઇને પ્રિસ્ક્રીપ્શનની કડક તપાસ જેવા પગલા લ્યે છે તેનાથી નકલી દવાનું દુષણ દુર થશે.

જો કે મેડિકલ સ્ટોરના ઉદ્યોગે ફાર્મસીના બિઝનેસમાં દિગ્ગજ ઇ-કોમર્સ કંપનીની એન્ટ્રીનો વિરોધ કર્યો છે ખાસ કરીને એમેઝોનનો.

(11:54 am IST)