Gujarati News

Gujarati News

News of Thursday, 20th August 2020

૭૬,૦૦૦% વધી ચૂકયો છે Appleનો શેર

નેસડેક પર બુધવારે સવારે માર્કેટ દરમિયાન Appleનો શેર ૪૬૭.૭૭ ડોલર પર પહોંચ્યો હતો

નવી દિલ્હી,તા.૨૦: દિગ્ગજ ટેક કંપની Appleનાં માર્કેટ કેપ ૨ ટ્રિલિયન ડોલર સુધી પહોંચી ગયું છે. આ માર્કેટકેપ સુધી પહોંચનારી તે અમેરિકાની પહેલી કંપની છે. કંપનીએ બે વર્ષ પહેલા જ ૧ ટ્રિલિયન ડોલરનું માર્કેટ કેપ મેળવ્યું હતું. નેસડેક પર બુધવારે સવારે માર્કેટ દરમિયાન Appleનો શેર ૪૬૭.૭૭ ડોલર પર પહોંચી ગયો અને તેની સાથે જ કંપનીનું માર્કેટ કેપ ૨ ટ્રિલિયન ડોલર આંબી ગયું. આઈફોન બનાવતી આ કંપની ૧૨ ડિસેમ્બર ૧૯૮૦માં પબ્લિક થઈ હતી ત્યારથી કંપનીનો શેર ૭૬,૦૦૦ ટકા વધી ચૂકયો છે.

Appleની સ્થાપના દિવંગત સ્ટીવ જોબ્સે ૧૯૭૬માં પર્સનલ કમ્પ્યુટરના વેચાણ માટે કરી હતી અને હવે તેણે ૨ ટ્રિલિયન ડોલરનું માર્કેટ કેમ હાંસિલ કરી લીધું છે. આ રકમ અમેરિકાના ગત વર્ષની ટેકસની અડધી રકમ કરતા થોડી વધારે છે. યૂએસ સ્ટીલે ૧૯૦૧માં ૧ બિલિયન ડોલરનું માર્કેટ કેપ હાંસિલ કર્યું હતું.

જોકે દુનિયાની વાત કરીએ તો Apple ૨ ટ્રિલિયન ડોલરનું માર્કેટ કેપ સુધી પહોંચનારી દુનિયાની પહેલી કંપની છે. સાઉદી અરામકો ગત વર્ષે સ્ટોક માર્કેટમાં આવતા જ આ લેવલે પહોંચી ગઈ હતી.

(11:57 am IST)