Gujarati News

Gujarati News

News of Thursday, 20th August 2020

કોરોના વેકસીન લીધા પછી પુતિનની પુત્રીના મોતના ખોટા ન્યુઝ સોશ્યિલ મિડીયામાં વાયરલ

મોસ્કોઃ૧૧: કોરોનાની રસી લીધા બાદ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની પુત્રીનું મોત થયાના ફેક અહેવાલો સોશિયલ મીડીયામાં વહેતા થતા ભારે ચર્ચા જાગી છે. સોશિયલ મિડીયામાં વહેતા થયેલ અહેવાલો અનુસાર પુતિનની નાની પુત્રી કટરીનાને બીજો ડોઝ અપાયો તો તરત તેમના શરીરનું તાપમાન વધી ગયુ અને તેમને થોડા સમય બાદ એટેક આવ્યો હતો. અને ૧૪મીની સાંજે મૃત જાહેર કરાયા હતા પરંતુ વાયરલ દાવાની તપાસ કરતા ઇન્ટરનેટ પર સર્ચ કરતા આવા કોઇ અહેવાલો જોવા મળ્યા નથી. ઉપરાંત રૂસિ રાષ્ટ્રપતિના સત્તાવાર ટ્વીટર હેન્ડલની તપાસ કરતા ત્યાં પણ આવા કોઇ અહેવાલો જોવા મળ્યા નથી. સોશિયલ મીડીયામાં ફરતા થયેલા ફેંક અહેવાલ નીચે મુજબ છે.

૧૧ ઓગસ્ટનાં રોજ , રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને વિશ્વને કહ્યું હતું કે તેમની પુત્રીને કોરોના વાયરસ રસીનો ડોઝ આપવામાં આવ્યો છે. તેનું પહેલું ઇન્જેકશન તેની પુત્રીને લગાવવામાં આવ્યું હતું અને આ રસી સંપૂર્ણ સલામત છે. આ સાથે તેમણે કહ્યું હતું કે રશિયાએ વિશ્વની પ્રથમ રસી તૈયાર કરી છે જે કોરોના વાયરસ સામે લડવામાં સક્ષમ છે. આ સાથે , દ્યણા લોકોએ રશિયાના દાવા પર સવાલ ઉઠાવવાનું શરૂ કર્યું. આ જાહેરાત પછી , દ્યણાં જુદા જુદા બનાવટી સમાચાર પણ આવવા લાગ્યા. તેમાંથી એક તેમની પુત્રીનું મૃત્યુ હતું કે જેને કોરોના વાયરસની રસી આપવામાં આવી હતી.

૧૫ ઓગસ્ટનાં રોજ , એવો દાવો કરવામાં આવ્યો હતો કે રસીની બીજી માત્રા લીધા પછી પુતિનની પુત્રીનું મોત નીપજયું હતું. સોશિયલ મીડિયા પર તેનાથી સંબંધિત એક લેખ શેર કરવામાં આવી રહ્યો હતો. આ લેખ મુજબ , પુતિનની પુત્રી રસીની આડઅસરથી પીડાઈ હતી અને તેનું મોત નીપજયું હતું. સૂત્રોએ દાવો કર્યો છે કે પુતિનની નાની પુત્રી કેટરિનાને જયારે બીજું ઇન્જેકશન આપવામાં આવ્યું ત્યારે તેના શરીરનું તાપમાન વધ્યું અને તે પછી તરત જ તેને દૌરો પડ્યો. રસીથી થતી આડઅસરો પર ડોકટરો નિયંત્રણ કરી શકયા ન હતા અને કેટરિનને ૧૫ ઓગસ્ટની સાંજે મૃત જાહેર કરવામાં આવી હતી. તેમ મંતવ્ય ન્યુઝના હેવાલમાં જણાવાયું છે.

રાષ્ટ્રપતિની સત્ત્।ાવાર ઓફિસ , સત્ત્।ાવાર ક્રેમલિન તરફથી હજી સુધી આવા કોઈ સમાચાર મળ્યા નથી. તેમજ કોઈ મીડિયા સંસ્થાને પુતિન તરફથી કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી. વળી , આ લેખ વેબસાઇટ પરથી આવ્યો હતો જેની શરૂઆત થોડા અઠવાડિયા પહેલા કરવામાં આવી હતી. ટૈરો કાર્ડ રીડરની યુટ્યુબ પરની એક વિડિઓને કારણે પણ આ દાવાને મજબૂત બનાવ્યો હતો. થોડા સમય પછી આ વિડિઓ કાઢી નાખવામાં આવ્યો. પુતિનની કઈ પુત્રીને કોરોના વાયરસની રસી આપવામાં આવી તે અંગે હજી સુધી કોઈ માહિતી નથી. રશિયાની કોરોના રસીનું નામ રશિયા દ્વારા સ્પુતનિક V રાખવામાં આવ્યું છે.

(3:04 pm IST)