Gujarati News

Gujarati News

News of Thursday, 20th August 2020

માલીમાં લશ્કરી બળવા પછી રાષ્ટ્રપતિએ રાજીનામું આપ્યું : ભારતીયોને પાછા ફરવાની સલાહ આપી

માલીના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને બંધક બનાવી લેવાયા

બમાકો : માલીમાં ભારતીય દુતાવાસના દરેક કર્મચારી અને ભારતીય સુરક્ષીત છે.  રાજદુતા અંજની કુમાર સહાયો કહ્યું કે સ્થિતીને ધ્યાનમાં રાખીને ભારતીય નાગરિકોને તાત્કાલીક ધોરણે સ્વદેશ પાછા ફરવાની સલાહ અને એલર્ટ રહેવાનું કહેવામાં આવ્યું છે. ગઇકાલે સવારે રાષ્ટ્રપતિ ઇબ્રાહિક બાઉબકર કીતાએ તેમના પદ પરથી રાજીનામાની ઘોષણા કરીને કહ્યું કે તેઓ લોહિયાળ સંઘર્ષ કરવા ઇચ્છતા નથી. અપ્રત્યાશિત ઘટનાક્રમમાં બળવાખોર સૈનિકોએ મોડી રાતે તેમના ઘરના ઘેરાવ અને ગોળીબાર કરીને રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને બંધક બનાવી લીધા હતા. માલીનું પાટનગર બમાકો થી ૧૫ કિ.મી. દુર આવેલા એક લશ્કરી છાવણી થી સત્તાપલ્ટા માટે બળવો કરાયા પછી અશાંતિ સર્જાઇ ગઇ છે. લશ્કરી અધિકારીઓને દેશની સરહદોને બંધ કરવા અને કફર્યુ લગાવવાનું કહ્યુ  છે મે મહિનાથી શાસકો વિરૂધ્ધ લોક અસંતોષ વધતો જતો હતો.

(2:44 pm IST)