Gujarati News

Gujarati News

News of Thursday, 20th August 2020

આજથી યોગીની અગ્નિપરીક્ષાઃ યુપીમાં ખરાબ કાયદો વ્યવસ્થા-બ્રાહ્મણોના મુદે વિપક્ષ સરકારને ઘેરશે

ઉત્તર પ્રદેશમાં વિધાનસભા સત્ર શરૂ : ૬૫ વર્ષથી ઉપરના સભ્યો વર્ચ્યુઅલી હાજર રહેશે

લખનૌ,તા. ૨૦:  કોરોના સંકટ વચ્ચે ઉત્તર પ્રદેશ વિધાનસભાનું સત્ર આજથી શરૂ થયું છે. વિપક્ષો યુપીની ખરાબ કાયદો વ્યવસ્થા અને બ્રાહ્મણોના મુદે યોગી સરકારને ઘેરવાની રણનીતી બનાવી છે. ગેંગસ્ટર વિકાસ દુબે એન્કાઉન્ટરથી લઇ હાલમાં જ બ્રાહ્મણ સમુદાયના લોકોની થયેલ હત્યાઓને મામલો સદનમાં ઉઠાવવાની વિપક્ષોની તૈયારી છે.

ઉત્તરપ્રદેશના વિધાનસભા સત્રમાં ૬૫ વર્ષ કે તેથી વધુ ઉંમરના ધારાસભ્યો વર્ચ્યુઅલ હાજર રહેશે. આજે પહેલા દિવસે યુપીના કેબીનેટ મંત્રી કમલરાની વરૂણ અને ચેતન ચૌહાણના નિધનનો શોક પ્રસ્તાવ રજુ કરાયેલ.

કોંગ્રેસના પૂર્વ સાંસદ જીતીન પ્રસાદે બધા ધારાસભ્યોને અપીલ કરેલ કે, વિધાનસભામાં બ્રાહ્મણ ઉત્પીડનનો મામલો પ્રભાવી રૂપે ઉઠાવાય. ઉપરાંત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અજયકુમાર લલ્લુએ પણ કાયદો વ્યવસ્થા, મહીલાઓની સુરક્ષા, બેરોજગારી, ખેડૂતોની આત્મહત્યા, અભિવ્યકિતની આઝાદી સહિતના મુદ્દાઓ વિધાનસભામાં ઉઠાવવાનું જણાવેલ સપા-બસપાએ પણ પોતાના ધારાસભ્યોની બેઠક બોલાવી સરકારને ભીડવવા રણનીતી બનાવી છે.

(2:45 pm IST)