Gujarati News

Gujarati News

News of Thursday, 20th August 2020

આમિર ખાનને સરકારી હોસ્ટેલમાં કોરન્ટાઇન કરો : સુબ્રમણયમ સ્વામીનું ટ્વીટ

નવી દિલ્હી,તા. ૨૦: અભિનેતા આમીર ખાન ફિલ્મ લાલસિંહ ચઠ્ઠાની શુટીંગ માટે તુર્કીમાં છે અને ત્યાં તેમણે તુર્કીના રાષ્ટ્રપતિની પત્ની એર્દોગન સાથે મુલાકાત કરેલ. ભાજપ સાંસદ સુબ્રમણયમ સ્વામીએ આ અંગે નારાજગી વ્યકત કરવાની સાથે ટ્વીટ કરી જણાવેલ કે, કોવિડ-૧૯ના નિયમો અંતર્ગત આમીર ખાનને ભારત પરત ફર્યા બાદ બે અઠવાડીયા માટે સરકારી હોસ્ટેલમાં કોરન્ટાઇન કરવા જોઇએ. સ્વામીએ અર્દોગન સાથે મુલાકાત દરમિયાન ભારતીય રાજદૂતને સાથે લઇ જવા પણ જણાવેલ.

(2:47 pm IST)