Gujarati News

Gujarati News

News of Thursday, 20th August 2020

ટ્રમ્પ અને બિડેન બંને દ્વારા હિન્દુ મતદારોને રિઝવવાના પ્રયાસોઃ વાયદાઓની વણઝાર

  અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીમાં વર્તમાન પ્રમુખ ટ્રમ્પ અને તેમના પ્રતિસ્પર્ધી જો બિડેને નાના સમુહના ધાર્મિક જુથોને પોતાની તરફ ખેંચવાના પ્રયાસો શરૂ કરી દીધા છે. અગાઉ કયારે પણ હિન્દુ મતદારોને રિઝવવા કોઇપણ ઉમેદવારે પ્રયાસ કર્યો નહતા એટલા આ બંને ઉમેદવારો કરી રહ્યા હોવાનું વિષ્લેશકો માને છે. આનાથી અમેરિકાના રાજકારણમાં હિન્દુ મતદારોનો પ્રભાવ વધતો જતો હોવાના સંકેતો મળે છે.વર્મ ૨૦૧૬માં અમેરિકાની વસ્તીમાં હિન્દુઓની ટકાવારી લગભગ એક ટકા હતા. વર્તમાન પ્રમુખ અને ફરીથી આ પદ માટે ચૂંટણી લડી રહેલા ટ્રમ્પે જો તેઓ ફરીથી વ્હાઇટ હાઉસ જશે તો હિન્દુઓના ધાર્મિક તહેવારો અને તેમના સ્વતંત્રતામાં આડે આવતા તમામ અવરોધોને દૂર કરવા વચન આપ્યું હતું.

તો બીજી તરફ ડેમોક્રેટિક પક્ષના ઉમેદવાર જો બિડેને કહ્યું હતું કે હિન્દુ મતદારોનો સંપર્ક કરવામાં તેમણે જ સૌ પ્રથમ પ્રયાસો કર્યા હતા.અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીમાં પહેલી જ વાર ટ્રમ્પના પ્રચાર અભિયાનમાં ૧૪ ઓગસ્ટે 'ટ્રમ્પ માટે હિન્દુ અવાજ'ઝુંબેશની શરૂઆત કરાઇ હતી. તેના બે દિવસ પછી હિન્દુ સમુદાયની પ્રખ્યાત નેતા નીલિમા ગોનુગુનતુલાએ ડેમોક્રેટિક રાષ્ટ્રીય સમ્મેલનને શરૂ કરવા માટે આંતર ધર્મી પ્રાર્થનામાં ભાગ લીધો હતો. બિડેનના પ્રચારકોએ કહ્યું હતું કે અહીંયા હિન્દુઓના રાજકીય પ્રભાવને વધારવાનો પ્રયાસ કરાય છે.

ટ્રમ્પના પ્રચાર અભિયાનમાં કહેવામાં આવ્યું હતું કે  ટ્રમ્પ ફરીથી પ્રમુખ બનશે તો ધાર્મિક સ્વતંત્રતા આડેના તમામ અવરોધો દુર કરાશે. તો આ તરફ બિડેનની પ્રચાર ઝુંબેશમાં કહેવામાં આવ્યું હતું કે અમારા અભિયાનમાં અનેક હિન્દુ નેતાઓ સામેલ થયા હતા. બિડેને મંદિરો સહિત તમામ ધર્મના ઉપાસના સ્થળોમાં કરવામાં આવતી ધૃણાસ્પદ હરકતો અને આચરવામાં આવતા અપરાધ માટે અત્યંત વધારે દંડ ફટકારવાની જાહેરાત કરી હતી.

દરમિયાન ડેમોક્રેટિક પક્ષના રાષ્ટ્રીય સમ્મેલનમાં જો બિડેનને પ્રમુખપદના સત્ત્।ાવાર ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા. તેમની ઉમેદવારીને પૂર્વ પ્રમુખો બિલ કિલન્ટન અને જીમ્મી કાર્ટરે તેમજ પૂર્વ વિદેશ મંત્રી જોન કેરી એ પણ ટેકો આપ્યો હતો. બિડેનની ઉમેદવારીને પૂર્વ વિદેશ મંત્રી અને રિપબ્લીકન કોલિન પોવેલે પણ સમર્થન આપ્યું હતું.તમામ પચાસ રાજયોના ડેલિગેટ્સ દ્વારા પણ બિડેનને ઉમેદવારી માટે સંમંતી અપાઇ હતી. બિડેને કહ્યું હતું કે આ ઉમેદવારી એટલે મારા અને મારા પરિવાર માટે આ જ હવે વિશ્વ છે. ગુરૂવારે કન્વેનશનના અંતિમ દિવસો તેઓ પોતાનો પ્રતિભાવ આપશે.

(2:48 pm IST)