Gujarati News

Gujarati News

News of Thursday, 20th August 2020

યુપી વિધાનસભાના વૃદ્ધ અને બિમાર સભ્યો માટે વર્ક ફ્રોમ હોમ

લખનૌ તા. ર૦ : કોરોના મહામારીના ખોફ વચ્ચે યુપી વિધાનસભાનું ત્રણ દિવસીય ચોમાસુ સત્ર આજથી શરૂ થશે. આ ઐતિહાસીક ૩ દિવસીય ચોમાસુ સત્રમાં ઘણા પ્રકારના ફેરફારો જોવા મળશે વિધાનસભાની લોબીમાં ઉભા રહેવાની કોઇને છૂટ નહી મળે ત્યાં સુધી કે સભામાં વિરોધ પ્રદર્શિત કરતી વખતે પણ ટોળામાં ઉભવાની પરવાનગી નહી હોય. વિધાનસભા કેન્ટીનમાં પણ એક સાથે ૧૦ લોકો જ જઇ શકશે પહેલુ ગ્રુપ ઉઠયા પછી જ બીજુ ગ્રુપ બેસી શકશે. આ ઉપરાંત વૃદ્ધ અને બીમાર ધારાસભ્યો વર્કફ્રોમ હોમ કરશે. તેમને સદનમાં વર્ચ્યુઅલ રીતે ભાગ લેવાની સલાહ અપાઇ છે.

મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં મંગળવારે થયેલ વિધાન મંડળ દળની મીટીંગમાં કહેવામાં આવ્યું છે કે ૬પ વર્ષથી વધુ વયના ધારાસભ્યો અને જે કોઇ પણ પ્રકારે અસ્વસ્થ છે તેઓ ઓનલાઇન જ સદનની કાર્યવાહીમાં ભાગ લઇ શકશે તેમને સદનમાં આવીને આ સત્રમાં ભાગ લેવાની પરવાનગી નહી મળે સીકયુરીટી ગાર્ડસને પણ સોશ્યલ ડીસ્ટન્સીંગનુ પાલન કરાવવાની ખાસ સુચના અપાઇ છે.

(2:49 pm IST)