Gujarati News

Gujarati News

News of Thursday, 20th August 2020

પ્રશાંત ભૂષણ ઉવાચ : મારે નથી જોઇતી દયા કે ઉદારતાઃ જે સજા મળે તે માટે તૈયાર

સજાની સુનાવણી ટાળવા પ્રશાંત ભૂષણે કરેલી અરજી કોર્ટે ફગાવી : કેન્દ્રએ માફી આપવા તૈયારી દર્શાવી : કોર્ટે કહ્યું પ્રશાંત ભૂષણ માફી માગે

નવી દિલ્હી ,તા. ર૦ : અવમાનના કેસમાં વકીલ પ્રશાંત ભૂષણની અપીલ સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. ભૂષણે સજા પર આજે થનારી ચર્ચાને ટાળવા અને રિવ્યૂ પિટીશન કરવાની તક માટે અપીલ કરી હતી. કોર્ટે કહ્યું કે સજા સંભળાવી પણ દઇશું તો રિવ્યુ અંગેના નિર્ણય સુધી લાગુ નહીં થાય. સુનવણી દરમ્યાન પ્રશાંત ભૂષણે પોતાની દલીલમાં રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે બોલવામાં વિફલતા કર્તવ્યનું અપમાન થશે.

સુપ્રીમ કોર્ટે વરિષ્ઠ અધિવકતા પ્રશાંત તુષણને અવમાનના કેસમાંં દોષિત માન્યા છે. જેની સજા પર આજે સુનાવણી કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટમાં પ્રશાંત ભૂષણ સજા પર સુનાવણીને સ્થગિત કરાવની અપીલ કરી છે. પરંતુ સજાની સુનાવણી ટાળવાની પ્રશાંત ભુષણના અરજી સુપ્રીમે ફગાવી દીધી છે. કેન્દ્રએ કોર્ટેને ભુષણને કોઇપણ પ્રકારની સજા ન આપવાનો આગ્રહ કર્યો છે. જે અંગે કોર્ટે કહ્યું કે જયાં સુધી પ્રશાંત ભુષણ માફી નહી માંગે ત્યા સુધી તેઓ અટોર્ની જનરલની અપીલ પર વિચાર કરી રહ્યા નથી.

સુનાવણી દરમ્યાન કોર્ટે વરિષ્ઠ વકીલને કહ્યું કે જો અને તમને સજા કરીએ તો સમીક્ષા પર નિર્ણય ન આવે ત્યાં સુધી તે લાગુ થશે નહિ અમે નિષ્પક્ષ રહીશું.

સુપ્રીમ કોર્ટમાં પ્રશાંત ભૂષણે કહ્યું કે હું આઘાતમાં છું અને એ વાતથી નિરાશ છું કે કોર્ટ આ કેસમાં મારા ઇરાદાના કોઇ પુરાવા આપ્યા વગર તેના નિષ્કર્ષ પર પહોંચી છે. કોર્ટે મને ફરિયાદની કોપી આપી નથી. મને એ વિશ્વાસ કરવો મુશ્કેલ છે કે કોર્ટે જાણ્યું કે મારા ટ્વીટે સંસ્થાના પાયાને અસ્થિર કરવાનો પ્રયાસ કર્યો.

પ્રશાંત ભૂષણે મહાત્મા ગાંધીના નિવેદનનો ઉલ્લેખ કરતાં કહ્યું કે હું દયાની અપીલ કરતો નથી. મારા પ્રામાણિક નિવેદન માટે કોર્ટની તરફથી જે પણ સજા મળશે તે મને મંજૂર છે.

પ્રશાંત ભૂષણે વકીલ કામિની જાયસવાલ પાસે અરજી કરાવી છે. ભૂષણનું કહેવું છે કે માણસના નિર્ણય હંમેશા સાચા નથી હોતા. નિષ્પક્ષ ટ્રાયલના તમામ પ્રયાસો છતા ભૂલ થઈ શકે છે. ગુનાહિત અવામાનનાના કેસમાં સુપ્રીમ કોર્ટ ટ્રાયલ કોર્ટની જેમ કામ કરે છે. અને તેની ઉપર કોઈ વિકલ્પ પણ નથી હોતો. ભૂષણે દલીલ કરી છે કે હાઈકોર્ટમાંથી અવમાનનાનો દોષી આગળ પણ અપીલ કરી શકે છે. પરંતુ સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી કોઈ વિકલ્પ નથી હોતો. એટલા માટે ખાસ પ્રકારે ધ્યાન રાખવું જોઈએ કે ન્યાય થાય. ભૂષણે નિર્ણયના ૩૦ દિવસમાં અપીલ કરવાની વાત કહી છે. સુપ્રીમ કોર્ટે તેમને ૧૪ ઓગસ્ટે અવમાનનાના દોષિત ગણાવ્યા હતા.

કોર્ટ અને સુપ્રીમ કોર્ટના જજો અંગે વિવાદાસ્પદ ટ્વિટ કરવાના કેસમાં સુપ્રીમ કોર્ટે ૧૪ ઓગસ્ટે પ્રશાંત ભૂષણને અવમાનનાના દોષિત જાહેર કર્યા હતા. જસ્ટિસ અરૂણ મિશ્રા, બીઆર ગવઈ અને કૃષ્ણ મુરારીની બેંચે કહ્યું હતું કે, ૨૦ ઓગસ્ટે સજા અંગે ચર્ચા કરવામાં આવશે.

(3:54 pm IST)