Gujarati News

Gujarati News

News of Thursday, 20th August 2020

ભારતની ફાર્મા કંપનીએ કોરોનાની દવા લોન્ચ કરીઃ ફ્રી હોમ ડીલીવરી

નવી દિલ્હી, તા., ૨૦: ભારતની મોટી ફાર્મા કંપની ડો.રેડ્ડીઝ લેબે કોરોના વાઇરસની દવા લોન્ચ કરી દીધી છે. આ પહેલા કોરોનાની સારવારમાં કારગત સાબીત થયેલી ડ્રગ ફેવિપિરાવીરને ઘણી કંપનીઓએ અલગ અલગ નામે લોન્ચ કરી છે. હવે ડો.રેડ્ડીઝે ફેવિપિરાવીરના જેનીરક વર્ઝન એવીજનને લોન્ચ કર્યુ છે. કંપનીએ ફેવિપિરાવીર માટે ફયુજીફલ્મ ટોયામાં કેમીકલ સાથે મેન્યુફેકચરીંગ અને ડીસ્ટ્રીબ્યુશનનો કરાર કર્યો છે.

ડો. રેડ્ડીઝે એવિજનને ૨૦૦ એમજીની ટેબ્લેટમાં લોન્ચ કરી છે. એવિજનને ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડીયા (ડીસીજીઆઇ)ની મંજુરી મળી છે. દવાનો ઉપયોગ સામાન્ય અને મધ્યમ કોરોના વાઇરસથી પીડીત પર સારવાર માટે કરવામાં આવશે.

ડો. રેડીઝના બ્રાન્ડેડ માર્કેટના સીઈઓ એમ.વી. રમણના જણાવ્યા અનુસાર કંપનીએ કોરોનાના રોગીઓ માટે આ દવા લોન્ચ કરી છે. કંપનીના દાવા અનુસાર એવિજનથી કોરોનાના દર્દીઓને સારી સારવાર મળી શકે છે.  કંપનીએ દવાને ૧૨૨ ટેબ્લેટના પેકમાં ઉતારી છે. દવાની એકસપાયરી ૨ વર્ષ માટે હશે. બધાં સુધી દવા પહોંચી શકે તે માટે કંપની દેશનાં ૪૨ શહેરોમાં ફ્રી હોમ ડિલિવરી સર્વિસ પણ આપશે. જરૂર પડતાં તમે કંપનીના ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર પર કોલ અથવા તેની અધિકૃત વેબસાઈટ પર ઓર્ડર કરી શકો છો. ડો રેડીઝ પહેલાં એમએસએન ગ્રૂપ, સિપ્લા, હેટેરો, ગ્લેનમાર્ક, સન ફાર્મા, જેનવકર્ટ ફાર્મા પણ કોરોનાની દવા લોન્ચ કરી ચૂક્યાં છે. અત્યાર સુધી દવા ૩૩ રૂપિયાથી લઈ ૭૫ રૂપિયા પ્રતિ ટેબ્લેટની કિંમતમાં લોન્ચ કરવામાં આવી છે. એમએસએન ગ્રૂપે ઁફેવિલોઁ નામથી સૌથી સસ્તું વર્ઝન લોન્ચ કર્યું છે. સન ફાર્માએ ભારતમાં ૩૫ રૂપિયા પ્રતિગોળી રાહતદરે ફલૂગાર્ડ (ફેવિપિરાવીર) લોન્ચ કરી છે. આ ગોળી કોરોનાના સામાન્યથી મધ્યમ સ્તર સુધીના કેસમાં સારવાર માટે છે.

(3:57 pm IST)