Gujarati News

Gujarati News

News of Thursday, 20th August 2020

રેલવેના ૧૩ લાખ કર્મચારીઓ માટે મોટા સમાચાર, વ્યાપક આરોગ્ય વીમા યોજના

નવી દિલ્હી,તા.૨૦: ભારતીય રેલવેએ બુધવારે કહ્યું કે તેઓ પોતાના ૧૩ લાખ કર્મચારીઓને સ્વાસ્થ્ય વીમા યોજના પૂરી પાડીને તેમના સારવારની સુવિધા વ્યાપક કરવાનું વિચારી રહી છે. રેલવેએ એક નિવેદનમાં કહ્યું કે તેઓ પહેલા જ પોતાના કર્મચારીઓ અને તેમના આશ્રિત પરિજનોને રેલવે કર્મચારી ઉદારીકૃત સ્વાસ્થ્ય યોજના અને કેન્દ્રીય કર્મચારી સ્વાસ્થ્ય સેવા (સીજીએચએસ)ના માધ્યમથી ચિકિત્સા સ્વાસ્થ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવી રહી છે.

 તેમાં કહેવામાં આવ્યું છે કે, ભારતીય રેલવે હવે રેલકર્મીઓને ચિકિત્સીય ઉપચારના વ્યાપને વધારવાનો પ્રસ્તાવ કરી રહ્યું છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તેના અનુરૂપ રેલકર્મીઓ માટે સમગ્ર સ્વાસ્થ્ય વીમા યોજનાથી જોડાયેલા તમામ પાસાઓને ચકાસવા માટે એક સમિતિની રચના કરવામાં આવી છે.

 નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે તેનો ઉદ્દેશ્ય ચિકિત્સા, આકસ્મિક પરિસ્થિતિઓ વગેરે દરમિયાન નાણાકીય જોખમોથી તેમને વીમા કવર ઉપલબ્ધ કરાવવું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે રેલવેએ પોતાના તમામ મંડળો અને ઉત્પાદન એકમોના મહાપ્રબંધકોથી પ્રસ્તાવ પર તેમની ભલામણ અને પ્રતિક્રિયાઓ માંગી છે

 રેલવએ કર્મચારીઓ માટે શરૂ કરી નવી સર્વિસઃ નિવૃત્ત્। રેલકર્મીઓને ઘરે બેઠા પેન્શન પેમેન્ટ ઓર્ડર (પીપીઓ) જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે નવી જોગવાઈ કરવામાં આવી છે. તે મુજબ, એક એપ તૈયાર કરવામાં આવી છે. તેના માધ્યમથી સેવાનિવૃત્ત્। રેલવે કર્મચારીને કયાં ફાઇલ રોકાયેલી છે, કયાં સુધી ચૂકવણી થશે, તેની જાણકારી સરળતાથી મળી શકશે.

 રેલવે બોર્ડની પ્રિન્સિપલ એકઝકયૂટિવ ડિરેકટર (એકાઉન્ટ્સ) અંજલી ગોયલે ૬ ઓગસ્ટે પત્ર જાહેર કર્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે નિવૃત્ત્। રેલવે કર્મચારીઓને પેન્શન સંબંધિત કાર્ય માટે ડીઆરએમ ઓફિસ કે અન્ય ઓફિસ જવાની આવશ્યકતા નહીં રહે.  તેના માટે એપ તૈયાર કરવામાં આવી છે, જેનું નામ રેલ સર્વિસ-સીપીસી-૭-પીપીઓ છે. નિવૃત્ત્। રેલવે કર્મચારી મોબાઇલ પર એપ ડાઉનલોડ કરી શકે છે. એપમાં પોતાની સેવાનો નંબર મૂકીને તમામ જાણકારી પ્રાપ્ત કરી શકાય છે. પીઓઓથી ફેમિલી પેન્શનની જાણકારી પ્રાપ્ત કરી શકાય છે.

(4:00 pm IST)