Gujarati News

Gujarati News

News of Thursday, 20th August 2020

રાજીવજી ગજબના દ્રષ્ટા, એક ઉદાર અને પ્રેમથી ઓતપ્રોત વ્યકિત હતા

પિતાને શ્રધ્ધાંજલી અર્પતા રાહુલ ગાંધી

નવી દિલ્હીઃ દેશના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની આજે જન્મ જયંતિ છે. આ અવસરે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને તેમને શ્રદ્ઘાંજલિ અર્પી હતી.

રાહુલ ગાંધીએ પિતા રાજીવ ગાંધીની તસ્વીર ટ્વીટ કરીને કહ્યું કે રાજીવ ગાંધી એક ગજબના દ્રષ્ટા હતા અને પોતાના સમયના સૌથી આગળ વ્યકિત હતા. પરંતુ આ બધાથી ઉપર તે એક ઉદાર અને પ્રેમથી ઓત પ્રોત વ્યકિત હતા. મે તેમને પિતાના રૂપે પામીને પોતાને ખુબ જ ભાગ્યશાળી અને ગૌરવાનિવ્ત અનુભવું છું. અમે તેમને આજે અને દરરોજ યાદ કરીએ છીએ.

રાજીવ ગાંધીએ માત્ર ૪૦ વર્ષની વયે જ દેશના વડાપ્રધાનની જવાબદારી ઉપાડી હતી. તેમનો જન્મ ૨૦ ઓગસ્ટ ૧૯૪૪માં મુંબઈમા થયો હતો તેમજ વર્ષ ૧૯૯૧માં એક ચૂંટણી સભામા બોમ્બ વિસ્ફોટમા તેમની હત્યા થઈ હતી. રાજીવ ગાંધી દુનિયાના એવા યુવા રાજનેતાઓમાં એક હતા જેમણે સફળતાપૂર્વક સરકારનું નેતૃત્વ કર્યું હતું. ભારતના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી દેશના નવમા વડાપ્રધાન હતા. તેમણે વર્ષ ૧૯૮૪ થી ૧૯૮૯ સુધી દેશનું નેતૃત્વ કર્યું હતું.

(4:04 pm IST)