Gujarati News

Gujarati News

News of Thursday, 20th August 2020

સૌથી વધુ પોપ્‍યુલર સર્ચ એન્‍જીન ગુગલની 2 મહત્‍વની સેવા જીમેઇલ અને ગુગલ ડ્રાઇવ કલાકો સુધી ઠપ્‍પ રહેતા અનેક મુશ્‍કેલીઓ સર્જાઇ

નવી દિલ્હીઃ સૌથી વધુ પોપ્યુલર સર્ચ એન્જીન ગૂગલની બે મહત્વની સેવા જીમેઇલ અને ગૂગલ ડ્રાઇવ છેલ્લા કેટલાક કલાકોથી ઠપ થઇ છે. જેના કારણે વિશ્વભરના યુઝર્સને સમસ્યા થઇ રહી છે. ઇ-મેઇલ મોકલવા અને ડાઉનલોડ સરખી રીતે થઇ રહ્યું નથી. આ સમસ્યા શા માટે સર્જાઇ તે અંગે ગૂગલે હજુ સ્પષ્ટતા કરી નથી. પરંતુ તપાસ ચાલી રહી છે.

ગૂગલની ઇ-મેઇલ લેવા Gmail ડાઉન ચાલી રહી છે. યુઝર્સ તેની ફરિયાદ કરી રહ્યા છે કે તેમને જીમેઇલના ઉપયોગમાં કેટલાક કલાકોથી સમસ્યા થઇ રહી છે. આમાં ઇ-મેઇલ મોકલવા અને ફાઇલ અટેચ થવામાં મુશ્કેલી પડી રહી છે. ડાઉનડિટેક્ટરના રિપોર્ટ મુજબ આ સમસ્યાથી વિશ્વના ઘણા દેશોની સાથે ભારતીયોને પણ અસર થઇ રહી છે.

ફાઇલ શેરિંગમાં પણ પ્રોબ્લેમ

કેટલાક રિપોર્ટ મુજબ ગૂગલ ડ્રાઇવમાં પણ મુશ્કેલી થઇ રહી છે. જેમાં યુઝર્સ ફાઇલ શેર કરી શકતા નથી. ઉપરાંત કેટલાક યુજર્સે ગૂગલ ડ્રાઇવમાં ફાઇલ ડાઉનલોડ અને અપલોડ કરવામાં પણ મુશ્કેલી થઇ રહી છે.

ગૂગલની અન્ય સેવાઓ પણ પ્રભાવિત

રિપોર્ટ મુજબ આનુ કારણ હજુ જાણવા મળ્યું નથી. પરંતુ ગૂગલ આ ગડબડની તપાસ કરી રહી છે. કેટલાક યુઝર્સની માનીએ તો ગૂગલની અન્યા સેવાઓ જેવી કે ગૂગલ મીટ, ગૂગલ વોઇસ અને ગૂગલ ડૉકમાં પણ સમસ્યા સર્જાઇ રહી છે. એટલું જ નહીં વિશ્વના કેટલાક ભાગોમાં યુઝર્સ યૂટ્યૂબ પર વીડિયો ડાઉનલોડ કરી શકતા નથી.

ગત મહિને પણ આવી સમસ્યા સર્જાઇ હતી

છેલ્લા બે મહિનામાં આવું બીજી વખત થયું છે. જુલાઇમાં પણ યુઝર્સે જીમેઇલમાં પડેલી મુશ્કેલીની ફરિયાદ કરી હતી. તેમની ફરિયાદ હતી કે એકાઉન્ટમાં લોગઇન થઇ રહ્યું નહતું. નોંધનીય છે કે આધુનિક યુગમાં હવે મોટાભાગનો કામકાજ-સર્વિસિસ, વેપાર-ધંધા ઇમેલઇ મારફત થઇ રહ્યો છે. ત્યારે જીમેઇલ સેવા ઠપ થતા ઘણી મુશ્કેલી થઇ રહી છે. આમ તો yahoo સર્ચ એન્જીન પણ છે. પરંતુ ઘણા વર્ષોથી જીમેઇલનો જ ઉપયોગ સૌથી વધઉ થઇ રહ્યો છે.

(4:56 pm IST)